/connect-gujarat/media/media_files/2025/02/23/MMVoAEgpv1gvkvEZs7JV.png)
ચેમ્પિયન્સ ટ્રોફીની બીજી મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું છે. આ સાથે, ટીમે 2017 ચેમ્પિયન્સ ટ્રોફી ફાઈનલમાં 180 રનની હારનો બદલો લીધો. રવિવારે દુબઈમાં પાકિસ્તાને 241 રન બનાવ્યા. ભારતે 42.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લીધો.
ભારત તરફથી વિરાટ કોહલીએ અણનમ 100, શ્રેયસ અય્યરે 56 અને શુભમન ગિલે 46 રન બનાવ્યા. કુલદીપ યાદવે 3 અને હાર્દિક પંડ્યાએ 2 વિકેટ લીધી. પાકિસ્તાન તરફથી સઈદ શકીલે 62 અને મોહમ્મદ રિઝવાને 46 રન બનાવ્યા. શાહીન શાહ આફ્રિદીએ 2 વિકેટ લીધી. અબરાર અહેમદ અને ખુશદિલ શાહે 1-1 વિકેટ લીધી.
વિરાટ 158 કેચ સાથે વન-ડેમાં સૌથી વધુ કેચ લેનાર ભારતીય બન્યો. તેણે ઇનિંગ્સમાં 15મો રન બનાવતાની સાથે જ સૌથી ઝડપી 14,000 ODI રન પણ પૂરા કર્યા. કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા નંબરનો ટોપ સ્કોરર પણ બન્યો. તેણે ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગને પાછળ છોડી દીધો, જેમના નામે 27,483 રન છે.