Connect Gujarat
સ્પોર્ટ્સ

IPL: પંજાબે ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી KKR સામે જીત મેળવી, 18.4 ઓવરમાં જ 262 રન ફટકારી દીધા

પંજાબ કિંગ્સે IPLના સૌથી મોટો ટાર્ગેટને ચેઝ કર્યો છે. ટીમે વર્તમાન સિઝનની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું.

IPL: પંજાબે ઇતિહાસનો સૌથી મોટો રનચેઝ કરી KKR સામે જીત મેળવી, 18.4 ઓવરમાં જ 262 રન ફટકારી દીધા
X

પંજાબ કિંગ્સે IPLના સૌથી મોટો ટાર્ગેટને ચેઝ કર્યો છે. ટીમે વર્તમાન સિઝનની 42મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 8 વિકેટથી હરાવ્યું હતું. પંજાબે કોલકાતાના હોમ ગ્રાઉન્ડ પર 18.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 262 રનનો ટાર્ગેટ ચોઝ કરી લીધો હતો. જોની બેયરસ્ટોએ સદી ફટકારી હતી. તે 48 બોલમાં 108 રન બનાવીને અણનમ રહ્યો હતો, શશાંક સિંહે 28 બોલમાં અણનમ 68 રન બનાવીને ટીમને જીત તરફ દોરી હતી.PBKS તરફથી પ્રભસિમરન સિંહે પણ 20 બોલમાં 54 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી સુનીલ નારાયણે એક વિકેટ ઝડપી હતી. એક બેટર રનઆઉટ થયો હતો.

પંજાબે શુક્રવારે ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. કોલકાતાએ 20 ઓવરમાં 6 વિકેટે 261 રન બનાવ્યા છે. ફિલ સોલ્ટ (37 બોલમાં 75 રન) અને સુનીલ નારાયણે (32 બોલમાં 71 રન) અડધી સદી ફટકારી હતી. બંને વચ્ચે સદીની ભાગીદારી હતી. આન્દ્રે રસેલે 24, વેંકટેશ અય્યરે 39 અને શ્રેયસ અય્યરે 28 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી અર્શદીપ સિંહે 2 વિકેટ, જ્યારે સેમ કરન, હર્ષલ પટેલ અને રાહુલ ચહરને એક-એક વિકેટ મળી હતી.

Next Story