/connect-gujarat/media/media_files/2025/04/09/FTlUQbEXAkbemnlWSqR7.png)
CSK ટીમના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ IPL 2025 ની 22મી મેચમાં પંજાબ કિંગ્સ સામે ઇતિહાસ રચ્યો. મુલ્લાનપુરમાં રમાયેલી મેચમાં ધોનીએ નેહલ વાઢેરાનો કેચ પકડ્યો અને IPLમાં 150 કેચ પૂર્ણ કરનાર પ્રથમ વિકેટકીપર બનવાનો રેકોર્ડ પણ બનાવ્યો.
ધોની ક્રિકેટના ઇતિહાસમાં શ્રેષ્ઠ વિકેટકીપરોમાંનો એક છે અને IPLમાં CSK વતી રમે છે. ધોની વિકેટ પાછળ તેની ઝડપી ચપળતા અને હોશિયાર મન માટે જાણીતો છે.
ધોની આઈપીએલમાં ૧૫૦ કેચ પકડનાર પ્રથમ વિકેટકીપર બન્યો
વાસ્તવમાં, મુલ્લાનપુરમાં રમાયેલી IPLની 22મી મેચમાં CSK પંજાબ કિંગ્સ (PBKS) સામેની મેચ જીતી શક્યું ન હતું, પરંતુ આ મેચમાં ધોનીએ (MS Dhoni IPL NEW RECORD) એક મોટો માઈલસ્ટોન હાંસલ કર્યો.
ધોની આઈપીએલના ૧૮ વર્ષમાં વિકેટ પાછળ ૧૫૦ કેચ લેનાર પ્રથમ વિકેટકીપર બન્યો છે. તેણે દિનેશ કાર્તિકનો રેકોર્ડ તોડી નાખ્યો હતો. પંજાબ સામે અશ્વિનની બોલિંગ પર ધોનીએ નેહલ વાઢેરાના કેચ પકડતાની સાથે જ IPLમાં તેના કેચની સંખ્યા 150 પર પહોંચી ગઈ.
આ રીતે, ધોની આઈપીએલના ઇતિહાસમાં વિકેટકીપર તરીકે ૧૫૦ કેચ લેનાર પ્રથમ ખેલાડી બન્યો છે. બીજા નંબર પર દિનેશ કાર્તિકનું નામ છે, જેણે IPLમાં વિકેટ પાછળ ૧૩૭ કેચ લીધા હતા.
IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ કેચ લેનારા ખેલાડીઓ
-
150 કેચ - એમએસ ધોની
-
139 કેચ - દિનેશ કાર્તિક
-
87 કેચ – રિદ્ધિમાન સાહા
-
76 કેચ - રિષભ પંત
-
66 કેચ – ક્વિન્ટન ડી કોક