મેદાન પર એક નહીં 3-3 અર્શદીપ સિંહ, સોશિયલ મીડિયા પર મીમ્સનો વરસાદ.!, જાણો કેમ!
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી T20માં ભલે ટીમ ઈન્ડિયા હારી ગઈ હોય. પરંતુ આ મેચે ઘણી હેડલાઈન્સ બનાવી હતી.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી T20માં ભલે ટીમ ઈન્ડિયા હારી ગઈ હોય. પરંતુ આ મેચે ઘણી હેડલાઈન્સ બનાવી હતી. ખેલાડીઓનો સામાન ન મળવાને કારણે મેચ પહેલાથી જ ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. ત્યાર બાદ મેચમાં એક એવું દ્રશ્ય જોવા મળ્યું હતું કે ચાહકો દંગ રહી ગયા હતા. કારણ કે મેદાન પર ત્રણ ખેલાડીઓએ એક જ ખેલાડીની જર્સી પહેરી હતા.
આ ઘટના ત્યારે બની જ્યારે સૂર્યકુમાર યાદવ, અવેશ ખાન અને અર્શદીપ સિંહ પોતે અર્શદીપ સિંહના નામની જર્સી પહેરીને મેદાન પર રમી રહ્યા હતા. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી જ્યારે સૂર્યકુમાર યાદવ ઓપનિંગમાં રોહિત શર્મા સાથે આવ્યો ત્યારે તેણે અર્શદીપ સિંહની જ જર્સી પહેરી હતી. આ સિવાય જ્યારે ટીમ ઈન્ડિયાની બોલિંગનો સમય આવ્યો ત્યારે અવેશ ખાન પણ અર્શદીપ સિંહની જર્સી પહેરીને રમી રહ્યો હતો. અને અર્શદીપ સિંહે પોતે જ તેની જર્સી પહેરી હતી. મેદાન પર અર્શદીપના નામની ત્રણ જર્સી એકસાથે જોઈને ચાહકો પણ મુંઝવણમાં મુકાઈ ગયા હતા.



આને લગતા ઘણા મીમ્સ પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જ્યાં ચાહકોએ અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી હતી. એક યુઝરે લખ્યું કે પહેલા મેં વિચાર્યું કે અર્શદીપ સિંહ કેમ ઓપનિંગ કરવા આવ્યો, પછી જોયું કે તે સૂર્યકુમાર યાદવ છે. તમને જણાવી દઈએ કે બીજી ટી-20 મેચ પહેલા ખેલાડીઓના સામાનને લઈને ઘણી મૂંઝવણ હતી. બંને ટીમોના ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફ સેન્ટ કિટ્સ પહોંચ્યા નહોતા, જેના કારણે મેચ ત્રણ કલાક મોડી શરૂ થઈ હતી. આવી સ્થિતિમાં, એવું માની શકાય છે કે જર્સીના અભાવને કારણે ખેલાડીઓએ આવું કર્યું છે.
રૂ. 20 કરોડ : ભરૂચના દહેજથી રાજસ્થાનના બાડમેર સુધી 2 મહાકાય રિએક્ટર...
8 Aug 2022 8:32 AM GMTરક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો સમયગાળો સવારે નહીં, પણ રાતે રહેશે...
6 Aug 2022 10:57 AM GMTઅંકલેશ્વર: સરદાર પટેલ હોસ્પિટલ નજીક ફાયરિંગમાં ઘવાયેલ ટ્રાવેલ્સ...
9 Aug 2022 10:58 AM GMTઅંકલેશ્વર : ઓરિસ્સાના 4 યુવાનો ટ્રાવેલ બેગમાં ગાંજાના મોટા જથ્થા સાથે...
10 Aug 2022 10:54 AM GMTઆઝાદીના અમૃતકાળના પર્વ પર અંકલેશ્વરની આ હોટલમાં આપને મળશે માત્ર 75...
11 Aug 2022 12:40 PM GMT
રાજ્યમાં આજે કોરોનાના 459 નવા કેસ નોધાયા, 922 દર્દીઓએ કોરોનાને આપી...
12 Aug 2022 4:45 PM GMTભરૂચ: K.J.ચોકસી પબ્લિક લાયબ્રેરીના ગ્રંથપાલ દ્વારા આઝાદીના અમૃતકાળની...
12 Aug 2022 3:20 PM GMTઅંકલેશ્વર : GIDCમાં આવેલ યોગેશ્વરનગરમાં 28 વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ...
12 Aug 2022 3:02 PM GMTઅંકલેશ્વર : ગડખોલ વિસ્તારની રાધેક્રિષ્ના સોસાયટીમાં પ્રાથમિક સુવિધાનો...
12 Aug 2022 2:18 PM GMTભરૂચ : નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા, સરદાર સરોવર ડેમમાંથી 1.50 લાખ...
12 Aug 2022 1:24 PM GMT