ODI WC: 2019ની નિષ્ફળતા બાદ ISROનું ચંદ્રયાન 3 સફળ , મુંબઈ ઈન્ડિયન્સને યકીન - હવે ભારત વર્લ્ડ કપ જીતશે.!

ભારતે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર પ્રથમ દેશ બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી.

ODI WC: 2019ની નિષ્ફળતા બાદ ISROનું ચંદ્રયાન 3 સફળ , મુંબઈ ઈન્ડિયન્સને યકીન - હવે ભારત વર્લ્ડ કપ જીતશે.!
New Update

ભારતે બુધવારે સાંજે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક અવકાશયાન સફળતાપૂર્વક લેન્ડ કરનાર પ્રથમ દેશ બનીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી હતી. 14 જુલાઈના રોજ લોન્ચ કરાયેલા ચંદ્રયાન-3 અવકાશયાને ભારતીય સમય અનુસાર સાંજે 6:04 વાગ્યે સોફ્ટ લેન્ડિંગ કર્યું, જેનાથી સમગ્ર દેશમાં આનંદની લહેર ફેલાઈ ગઈ. આ ચંદ્રયાન ચંદ્રની સપાટીનું એક દિવસ (14 પૃથ્વી દિવસની સમકક્ષ) માટે વિગતવાર વિશ્લેષણ કરશે અને પાણીના નિશાન શોધશે. અમેરિકા, રશિયા અને ચીન પછી ભારત ચંદ્ર પર પોતાનું રોવર લેન્ડ કરનાર ચોથો દેશ છે.

જેમ જેમ ભારતનું ચંદ્રયાન ચંદ્ર પર સફળતાપૂર્વક ઉતર્યું તેમ, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ISRO અને IPL ફ્રેન્ચાઇઝી મુંબઈ ઈન્ડિયન્સે તેમના X (અગાઉ ટ્વિટર) એકાઉન્ટ પર આ પ્રસંગે એક રમુજી ચિત્ર પોસ્ટ કર્યું હતું. MI એ ISRO ની આ સિદ્ધિને ક્રિકેટ સાથે જોડી અને લખ્યું કે 2019 માં ISRO અને ભારતીય ટીમ બંને નિષ્ફળ રહ્યા હતા. હવે ઈસરો સફળ થઈ ગયું છે, તો મારો વિશ્વાસ કરો ભારતીય ટીમ પણ સફળ થશે.

ટીમ ઈન્ડિયા 2019 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી અને સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ. 2019 માં જ, ISRO એ તેના રોવરને ચંદ્ર પર મોકલવાનો પ્રયાસ કર્યો, પરંતુ મિશન આંશિક રીતે સફળ રહ્યું. આવી સ્થિતિમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી કહેવામાં આવ્યું કે હવે ઈસરોને સફળતા મળી છે તો ભારતીય ક્રિકેટ ટીમ પણ સફળ થશે.

#India #Connect Gujarat #BeyondJustNews #won #Team India #ODI World Cup #ISRO #successful #Chandrayaan
Here are a few more articles:
Read the Next Article