PAK vs ENG : પાકિસ્તાની બોલરનો બાઉન્સર બોલ બેટ્સમેનના હેલ્મેટમાં ઘુસ્યો, જુઓ વિડિયો

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે સાત મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ ઈંગ્લેન્ડના નામે રહી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે.

PAK vs ENG : પાકિસ્તાની બોલરનો બાઉન્સર બોલ બેટ્સમેનના હેલ્મેટમાં ઘુસ્યો, જુઓ વિડિયો
New Update

પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ વચ્ચે સાત મેચની ટી-20 શ્રેણીની ત્રીજી મેચ ઈંગ્લેન્ડના નામે રહી હતી. આ જીત સાથે ઈંગ્લેન્ડે શ્રેણીમાં 2-1ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ઈંગ્લેન્ડે 221 રનનો શાનદાર સ્કોર બનાવ્યો હતો. જવાબમાં પાકિસ્તાનની ટીમ માત્ર 158 રન જ બનાવી શકી અને 63 રનથી મેચ હારી ગઈ. આ મેચમાં કેટલીક આવી ઘટના બની જે સામાન્ય રીતે ક્રિકેટના મેદાન પર જોવા મળતી નથી. આ નજારો જોઈને કોમેન્ટેટર અને ખેલાડીઓ સહિત તમામ દર્શકો દંગ રહી ગયા હતા. મેચ દરમિયાન હેરિસ રઉફનો એક બાઉન્સર બોલ હેરી બ્રુકના હેલ્મેટમાં ફસાઈ ગયો હતો.

ઇંગ્લેન્ડની ઇનિંગ્સની 17મી ઓવરમાં હરિસ રઉફ બોલિંગ કરી રહ્યો હતો. તેણે ચોથો બોલ બાઉન્સર ફેંક્યો અને તે બેટ્સમેન બ્રુકના બેટની કિનારી સાથે અથડાયો અને તેના હેલ્મેટની અંદર ગયો. જો કે તેને વધારે ઈજા થઈ ન હતી અને બ્રુકે ફિઝિયોની તપાસ બાદ રમવાનું ચાલુ રાખ્યું હતું પરંતુ તેના કારણે પાકિસ્તાની ખેલાડીઓ તેની પાસે બોલ છીનવા માટે આવ્યા હતા અને ક્રિકેટનું મેદાન થોડા સમય માટે રગ્બી મેચ જેવું બની ગયું હતું. દરમિયાન રૌફ બ્રુકને ગળે લગાવે છે. જોકે બાઉન્સર વાગવા છતાં બ્રુકની વિસ્ફોટક બેટિંગ ચાલુ રહી હતી. તેણે 35 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તેમના સિવાય ડકેટે 70 અને જેક્સે 40 રન બનાવ્યા હતા. અંતે ઈંગ્લેન્ડે ત્રણ વિકેટના નુકસાને 221 રન બનાવ્યા હતા.

#Connect Gujarat #BeyondJustNews #batsman #Pakistani #Helmet #PAK vs ENG #Pakistani bowler #bouncer ball
Here are a few more articles:
Read the Next Article