રવિન્દ્ર જાડેજા ટેસ્ટ રેકિંગમાં નંબર વન ઓલરાઉન્ડર,ICCએ જાહેર કર્યું રેંકિંગ

મોહાલી ટેસ્ટમાં બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા સર જાડેજા અત્યારે વિશ્વના નંબર-1 ઓલરાઉન્ડર બની ગયા છે.

New Update

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે (ICC) લેટેસ્ટ ટેસ્ટ રેન્કિંગ જાહેર કરી દીધી છે. મોહાલી ટેસ્ટમાં બોલિંગ અને બેટિંગમાં શાનદાર પ્રદર્શન કરનારા સર જાડેજા અત્યારે વિશ્વના નંબર-1 ઓલરાઉન્ડર બની ગયા છે. વળી પૂર્વ ઈન્ડિયન કેપ્ટન વિરાટ કોહલી પણ ટોપ-5ની ટેસ્ટ બેટિંગ યાદીમાં પહોંચી ગયો છે. તેવામાં અત્યારે જો ટેસ્ટ રેન્કિંગની વાત કરીએ તો મુખ્ય 10 ખેલાડીમાંથી 3 તો ભારતના જ છે.રવીન્દ્ર જાડેજા વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન જેસન હોલ્ડરને ઓવરેટેક કરી નંબર-1 ઓલરાઉન્ડર બની ગયો છે.

તેણે મોહાલી ટેસ્ટની પહેલી ઈનિંગમાં શાનદાર બેટિંગ કરતા 175* રનની ઈનિંગ રમી હતી. ત્યારપછી મેચની બંને ઈનિંગમાં તેણે કુલ 9 વિકેટ પણ લીધી હતી. ઉલ્લેખનીય છે કે પહેલી ઈનિંગમાં સર જાડેજાએ 5 અને બીજીમાં 4 શ્રીલંકન ખેલાડીને આઉટ કર્યા હતા.રવીન્દ્ર જાડેજા 406 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા ક્રમાંક પરથી સીધો પહેલા સ્થાન પર પહોંચી ગયો છે. વળી હોલ્ડર 383 પોઈન્ટ સાથે બીજા નંબર પર છે. જ્યારે રવિચંદ્રન અશ્વિન ત્રીજા સ્થાને આવે છે. ઉલ્લેખનીય છે કે મોહાલી ટેસ્ટમાં અશ્વિને 61 રન કર્યા હતા અને 6 વિકેટ પણ લીધી હતી.

#India #number one #Test rankings #International Cricket Council #ranked #BeyondJustNews #all-rounder #Connect Gujarat #ICC #Ravindra jadeja
Here are a few more articles:
Read the Next Article