રોહિત શર્માએ ભારતવાસીઓને આપી ખુશખબર , BCCI કરશે વિજય પરેડ

ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.

New Update
03_07_2024-virat_and_rohit_t20_wc_23751670

ભારતીય ટીમ બાર્બાડોસથી વિશેષ વિમાનમાં ભારત જવા રવાના થઈ છે. ઘરે પરત ફર્યા બાદ BCCIએ એક ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી.

હવે રોહિત શર્માએ દેશવાસીઓ માટે એક ખાસ સંદેશ જારી કર્યો છે. જેમાં તેણે ચાહકોને T20 વર્લ્ડ કપની જીતની ઉજવણી કરવા મરીન ડ્રાઈવ અને વાનખેડે સ્ટેડિયમ પહોંચવાની અપીલ કરી છે. નોંધનીય છે કે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ બાદ બાર્બાડોસને હરિકેન બેરીલનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ભારતીય ટીમને હોટલમાં જ રોકાવું પડ્યું હતું. ટીમ ત્રણ દિવસ સુધી ત્યાં અટવાઈ રહી. તોફાનને જોતા સુરક્ષા માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો હતો. જોકે, ટીમને હવે સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ દ્વારા સ્વદેશ લાવવામાં આવી રહી છે.

રોહિત શર્માએ અપીલ કરી હતી
વર્લ્ડ ચેમ્પિયન સ્વદેશ પરત ફરે તે પહેલા રોહિત શર્માએ દેશવાસીઓને ખાસ અપીલ કરી છે. રોહિતે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે ચાહકોએ 4 જુલાઈએ મરીન ડ્રાઈવ અને વાનખેડે ખાતે ટી20 વર્લ્ડ કપ જીતવાની ઉજવણી કરવા માટે વિજય પરેડમાં સામેલ થવું જોઈએ. ગુરુવારે સાંજે 5 કલાકે વિજય પરેડ કાઢવામાં આવશે. BCCI સેક્રેટરી જય શાહે પણ ચાહકો માટે વિજય પરેડની જાહેરાત કરી છે.

Latest Stories