/connect-gujarat/media/media_files/2026/02/07/rhoko-2026-02-07-09-26-23.png)
BCCI એ 2025-26 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની યાદીને અંતિમ સ્વરૂપ આપ્યું છે, જેમાં કુલ 30 ખેલાડીઓનો સમાવેશ થાય છે. T20 અને ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂકેલા ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્માને ગ્રુપ Bમાં મૂકવામાં આવ્યા છે, જ્યારે અગાઉ તેઓ ગ્રુપ A+ માં હતા.
T20 કેપ્ટન સૂર્યકુમાર યાદવને પણ ગ્રુપ Bમાં સામેલ કરવામાં આવ્યા છે. ટેસ્ટ અને ODI કેપ્ટન શુભમન ગિલ, ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને ગ્રુપ Aમાં સામેલ કરવામાં આવ્યા છે. મહિલા શ્રેણીમાં, વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમીમા રોડ્રિગ્સ અને દીપ્તિ શર્માને ટોચના ગ્રુપમાં સામેલ કરવામાં આવ્યા છે.
સેન્ટ્રલ કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની યાદી
પુરુષો
ગ્રુપ A: શુભમન ગિલ, જસપ્રીત બુમરાહ, રવિન્દ્ર જાડેજા.
ગ્રુપ બી: રોહિત શર્મા, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, વોશિંગ્ટન સુંદર, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ, શ્રેયસ અય્યર.
ગ્રુપ C: અક્ષર પટેલ, તિલક વર્મા, રિંકુ સિંહ, શિવમ દુબે, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આકાશ દીપ, ધ્રુવ જુરેલ, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, નીતિશ કુમાર રેડ્ડી, અભિષેક શર્મા, સાઈ સુદર્શન, રવિ બિશ્નોઈ, રુતુરાજ ગાયકવાડ.
મહિલાઓ
ગ્રુપ A: હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, જેમિમાહ રોડ્રિગ્સ, દીપ્તિ શર્મા.
ગ્રુપ બી: રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ, સ્નેહ રાણા.
ગ્રુપ-C: રાધા યાદવ, અમનજોત કૌર, પ્રતિકા રાવલ, ક્રાંતિ ગૌર, ઉમા છેત્રી, અરુંધતિ રેડ્ડી, શ્રી ચારણી, યાસ્તિકા ભાટિયા, હરલીન દેઓલ, કાશવી ગૌતમ, જી કમલિની, વૈષ્ણવી શર્મા, તેજલ.