BCCIએ રવિવારે અફઘાનિસ્તાન સામેની ત્રણ મેચની T20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરી હતી. આવી સ્થિતિમાં રોહિત અને વિરાટ એક વર્ષથી વધુ સમય બાદ T20માં વાપસી કરી રહ્યા છે.
હવે રોહિત જૂનમાં યોજાનાર વર્લ્ડ કપ માટે ટીમની કમાન સંભાળે તેવી શક્યતા વધી ગઈ છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ નસીબદાર હતા, જેમને ટીમમાં જગ્યા આપવામાં આવી હતી.
રોહિત શર્મા વર્ષ 2022માં ટી20 વર્લ્ડ કપ બાદ રોહિત શર્માએ એકપણ ટી20 મેચ રમી નથી. આવી સ્થિતિમાં હવે અફઘાનિસ્તાન સામેની સીરિઝમાં તેને માત્ર બેટ્સમેન જ નહીં પરંતુ કેપ્ટનશિપ પણ આપવામાં આવી છે, જે એકદમ ખાસ છે. આ સમયગાળા દરમિયાન રોહિતે માત્ર IPLમાં કેપ્ટનશિપ કરી છે. હવે આ દરમિયાન તમામની નજર રોહિતની વાપસી પર રહેશે.
IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે શાનદાર પ્રદર્શન કરનાર શિવમ દુબેને હવે BCCI તરફથી ફોન આવ્યો છે. ઉછાળવાળી પીચ પર ખરાબ પ્રદર્શનને કારણે દુબેને દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. હવે એ જોવાનું ખાસ રહેશે કે દુબેને પ્લેઈંગ ઈલેવનમાં સ્થાન મળે છે કે નહીં, પરંતુ તેના માટે ટીમમાં સ્થાન મેળવવું મહત્વપૂર્ણ છે.