Connect Gujarat
સ્પોર્ટ્સ

ઋતુરાજ ગાયકવાડે કર્યા લગ્ન, મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટર ઉત્કર્ષા સાથે લીધા સાત ફેરા..!

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા.

ઋતુરાજ ગાયકવાડે કર્યા લગ્ન, મહારાષ્ટ્રની મહિલા ક્રિકેટર ઉત્કર્ષા સાથે લીધા સાત ફેરા..!
X

ભારતીય ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડે શનિવારે (3 જૂન) લગ્ન કર્યા હતા. ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ વર્ષે આઈપીએલનું શાનદાર પ્રદર્શન કરનાર ઋતુરાજે ઉત્કર્ષા સાથે સાત ફેરા લીધા હતા. ઉત્કર્ષા મહારાષ્ટ્ર ટીમની મહિલા ક્રિકેટર છે. તેણી તેના રાજ્ય માટે રમે છે. ઋતુરાજે લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

ઋતુરાજની પત્ની ઉત્કર્ષા બોલિંગ અને બેટિંગ કરે છે. તેણીએ નવેમ્બર 2021 માં સિનિયર મહિલા ODI ટ્રોફીમાં પંજાબ સામે તેની છેલ્લી મેચ રમી હતી. 24 વર્ષની ઉત્કર્ષનો જન્મ 13 ઓક્ટોબર 1998ના રોજ થયો હતો. તે હાલમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ન્યુટ્રિશન એન્ડ ફિટનેસ સાયન્સ, પૂણેમાં અભ્યાસ કરી રહી છે.

ઋતુરાજે લગ્ન માટે ટીમ ઈન્ડિયામાંથી રજા લીધી હતી. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે તેને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે પસંદ કરવામાં આવ્યો હતો, પરંતુ તેણે પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. ઋતુરાજની જગ્યાએ યશસ્વી જયસ્વાલ ટીમ ઈન્ડિયા સાથે જોડાયો હતી.

Next Story