Connect Gujarat
સ્પોર્ટ્સ

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સાત સિક્સર ફટકારી, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો..!

મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજાર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. તે લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં સાત સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે

ઋતુરાજ ગાયકવાડે એક ઓવરમાં સાત સિક્સર ફટકારી, આવું કરનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન બન્યો..!
X

મહારાષ્ટ્રના ઓપનર ઋતુરાજ ગાયકવાડે વિજય હજાર ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો છે. તે લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં સાત સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. તેણે ઉત્તર પ્રદેશ સામેની મેચમાં 159 બોલમાં અણનમ 220 રન બનાવ્યા અને ઘણા મોટા રેકોર્ડ બનાવ્યા. તેની શાનદાર ઇનિંગ્સના કારણે મહારાષ્ટ્રે આ મેચમાં પાંચ વિકેટ ગુમાવીને 330 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો.


આ મેચમાં જ્યાં ઋતુરાજે 159 બોલમાં 220 રન બનાવ્યા હતા. મહારાષ્ટ્રના બાકીના બેટ્સમેનોએ 141 બોલમાં માત્ર 110 રન બનાવ્યા હતા. ઋતુરાજે પોતાની ઇનિંગમાં 10 ફોર અને 16 સિક્સર ફટકારી હતી. તેણે 138.36ના સ્ટ્રાઈક રેટથી સ્કોર કર્યો. આ દરમિયાન તેણે એક સાથે અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા. લિસ્ટ A ક્રિકેટમાં ઋતુરાજની આ પ્રથમ બેવડી સદી હતી. તે લિસ્ટ A ક્રિકેટમાં બેવડી સદી ફટકારનાર 11મો ભારતીય બેટ્સમેન છે. તે લિસ્ટ A ક્રિકેટમાં એક ઓવરમાં સાત સિક્સર મારનાર પ્રથમ બેટ્સમેન છે. એક ઓવરમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ઋતુરાજ પણ સંયુક્ત રીતે પ્રથમ સ્થાને આવી ગયો છે.

Next Story