ગુજરાતના વિકેટ કીપર બેટ્સમેને ઉર્વીલ પટેલે 36 બોલમાં સેન્ચુરી ફટકારી

ગુજરાતનો વિકેટકીપર બેટર ઉર્વીલ પટેલ આ દિવસોમાં ફુલ ફોર્મમાં છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે.

New Update
a

ગુજરાતનો વિકેટકીપર બેટર ઉર્વીલ પટેલ આ દિવસોમાં ફુલ ફોર્મમાં છે. તે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી (SMAT) 2024માં જોરદાર પરફોર્મન્સ આપી રહ્યો છે. થોડા દિવસ પહેલા જ તેણે 28 બોલમાં સદી ફટકારી હતી. 

આજે ઉર્વિલે ઉત્તરાખંડ સામે 36 બોલમાં સદી ફટકારી હતી. વિપક્ષી ટીમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)નો લેફ્ટ આર્મ સ્પિનર ​​સ્વપ્નિલ સિંહ પણ હતો.ગુજરાતના ઓપનિંગ બેટરે 41 બોલમાં 115 રનની અણનમ ઇનિંગમાં 11 સિક્સ અને 8 ફોર ફટકારી હતી. તેણે ઈન્દોરના એમરાલ્ડ હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે આઠ વિકેટ અને 35 બોલ બાકી રહેતા 183 રનના ટાર્ગેટને ચેઝ કરવામાં તેની ટીમને મદદ કરી. આ પહેલા આ મેચમાં ઉત્તરાખંડે 20 ઓવરમાં 7 વિકેટે 182 રન બનાવ્યા હતા.T20માં બીજી સૌથી ઝડપી સદી ફટકારવાનો રેકોર્ડ ઉર્વિલના નામે છે, જ્યારે ઉત્તરાખંડ સામે તેની 36 બોલમાં ફટકારેલી સદી ભારતીય બેટરે ફટકારલી ચોથી સૌથી ઝડપી સદી છે.