ટી-20 વર્લ્ડ કપ, PAK vs ENG : ફાઇનલ મેચના દિવસે વરસાદની સંભાવના, જાણો કોણ બનશે ચેમ્પિયન જો 20 ઓવર પૂરી નહીં થાય.!

ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. પરંતુ વરસાદ ફરી એકવાર આ ટૂર્નામેન્ટમાં અવરોધ બની શકે છે.

ટી-20 વર્લ્ડ કપ, PAK vs ENG : ફાઇનલ મેચના દિવસે વરસાદની સંભાવના, જાણો કોણ બનશે ચેમ્પિયન જો 20 ઓવર પૂરી નહીં થાય.!
New Update

ટી-20 વર્લ્ડ કપ 2022ની ફાઈનલ મેચ ઈંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે રમાવાની છે. પરંતુ વરસાદ ફરી એકવાર આ ટૂર્નામેન્ટમાં અવરોધ બની શકે છે. આ ટુર્નામેન્ટમાં વરસાદને કારણે ઘણી મેચો રદ કરવામાં આવી હતી અને ઘણી મેચોનો નિર્ણય ડકવર્થ-લુઈસ નિયમ હેઠળ લેવો પડ્યો હતો. હવે ફાઈનલ મેચમાં પણ વરસાદ અવરોધ બની શકે છે. જો કે આઈસીસીએ આ માટે પહેલેથી જ તૈયારી કરી લીધી હતી અને ફાઈનલ મેચ માટે રિઝર્વ ડે પણ રાખવામાં આવ્યો છે પરંતુ રિઝર્વ ડે પર પણ વરસાદની સંભાવના ઘણી વધારે છે.

આ ટૂર્નામેન્ટની ફાઇનલ મેચ 13 નવેમ્બરે મેલબોર્નના મેદાન પર રમાવાની છે. ભારતીય સમય અનુસાર આ મેચ બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. જો કે આ દિવસે મેલબોર્નમાં વરસાદની 95 ટકા સંભાવના છે. આવી સ્થિતિમાં જો આ મેચ સમયસર શરૂ થાય તો પણ વરસાદની વિક્ષેપ લગભગ નિશ્ચિત છે. જો મેચનું પરિણામ રવિવારે નહીં આવે તો બાકીની ઓવરો સોમવારે કરવામાં આવશે. જો કે સોમવારે પણ વરસાદની 95 ટકા શક્યતા છે. આવી સ્થિતિમાં જો બીજા દિવસની રમત પણ ધોવાઇ જાય છે તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે. આ સ્થિતિમાં પાકિસ્તાન અને ઈંગ્લેન્ડની ટીમો સંયુક્ત વિજેતા બનશે. T20 વર્લ્ડ કપમાં આ પહેલા ક્યારેય સંયુક્ત વિજેતા નથી બન્યા.

#Connect Gujarat #BeyondJustNews #Final Match #ICC #T20 World Cup #Australia #Cricket Match #PAK vs ENG
Here are a few more articles:
Read the Next Article