ઉત્તરપ્રદેશ: પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારા સામે યોગીનો સપાટો,દેશદ્રોહનો કેસ થશે

ભારતની હાર ની ઉજવણી કરવા અને પાકિસ્તાન તરફી નારા લગાવવા માટે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પાંચ જિલ્લામાંથી સાત લોકોની ધરપકડ કરી છે

New Update

T20 વર્લ્ડ કપની મેચ દરમિયાન 24 ઓક્ટોબરે UP પોલીસે પાકિસ્તાનની જીત અને મેચમાં ભારતની હાર ની ઉજવણી કરવા અને પાકિસ્તાન તરફી નારા લગાવવા માટે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે પાંચ જિલ્લામાંથી સાત લોકોની ધરપકડ કરી છે અને ચારની અટકાયત કરી છે.મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું કે આ મેચમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર સામે દેશદ્રોહનો કેસ નોંધી કાર્યવાહી કરવામાં આવશે 24 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે T20 મેચ રમાઈ હતી, જેમાં ભારતને ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી, યુપી સહિત દેશના ઘણા ભાગોમાં, કેટલાક લોકોએ ફટાકડા ફોડીને અને નારા લગાવીને પાકિસ્તાનની જીતની ઉજવણી કરી યુપીના બરેલી, બદાઉન, સીતાપુર અને આગ્રામાં કેસ નોંધાયા હતા ધરપકડ કરાયેલા આરોપીઓમાં એક બદાઉનનો રહેવાસી છે. 24 ઓક્ટોબર તેણે ફેસબુક પર પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરીને અને પાકિસ્તાનના ધ્વજનો ફોટો મૂકીને ઉજવણી કરી હતી

બરેલીના બે લોકો પર પાકિસ્તાનના સમર્થનમાં તેમના વોટ્સએપ પર સ્ટેટસ મુકવા અને ફરિયાદી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. સીતાપુર માં પણ પાકિસ્તાનના સમર્થનમાં વોટ્સએપ પર સ્ટેટસ પોસ્ટ કરવા બદલ તેની સામે એફઆઈઆર નોંધીને એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી.ઉત્તરપ્રદેશ પોલીસે પાંચ જિલ્લામાંથી પાંચ લોકોની ધરપકડ કરી હતી ચાર કસ્ટડીમાં લીધા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું હતું કે પાકિસ્તાનની જીતની ઉજવણી કરનાર તમામ લોકો સામે દેશદ્રોહી ઠેરવવામાં આવશે. અને આ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Latest Stories