પાકિસ્તાન પાસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025)ના યજમાન અધિકારો છે. પરંતુ સુરક્ષાનાકારણોસર, આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. અગાઉકહેવામાં આવ્યું હતું કે,BCCI એ ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવાનો ઇનકાર કર્યો છે.
ચેમ્પિયન્સ ટ્રોફી-2025તા.19 ફેબ્રુઆરી-2025થી શરૂથઈછે. આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ હેઠળ પાકિસ્તાન અને દુબઈમાં યોજાવાની છે. ભારતીય ટીમ 20 ફેબ્રુઆરીએ બાંગ્લાદેશ સામે મેચ રમીને પોતાના અભિયાનની શરૂઆત કરશે. આ ટુર્નામેન્ટ પહેલા, BCCI દ્વારા ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ ન છાપવાને લઈને એક નવો વિવાદ ઉભો થયો છે.
આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક પાકિસ્તાનનું નામ દરેક ટીમની જર્સી પર છાપવાનું છે, પરંતુBCCIએ આમ કરવાનોસાફઇનકાર કર્યો છે. આ વિવાદ વચ્ચે હવેICCનું નિવેદન બહાર આવ્યું છે. વાસ્તવમાં, પાકિસ્તાન પાસે ચેમ્પિયન્સ ટ્રોફી 2025 (ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025)ના યજમાન અધિકારો છે. પરંતુ સુરક્ષા કારણોસર, આ ટુર્નામેન્ટ હાઇબ્રિડ મોડેલ પર રમવાનો નિર્ણય લેવામાં આવ્યોછે.
ભારતીય ટીમ તેની બધી મેચ દુબઈમાં રમશે. જેમાં કહેવામાં આવ્યું હતું કે,BCCIએ ભારતીય ટીમની જર્સી પર પાકિસ્તાનનું નામ લખવાનો ઇનકાર કર્યો છે. આ સંદર્ભમાં, ICC અધિકારીએ નિયમો સમજાવ્યાછે.ICC અધિકારીએ કહ્યું કે,દરેક ટીમની જવાબદારી છે કે,તે પોતાની જર્સી પર ટુર્નામેન્ટનો લોગો લગાવે. દરેક ટીમે આ નિયમનું પાલન કરવું જરૂરી છે.
ICC એ એમ પણ કહ્યું કે,જો ટીમ ઈન્ડિયા આ ચેમ્પિયન્સ ટ્રોફીના લોગોની વિરુદ્ધ જશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.ICC ના નિયમો અનુસાર, ટીમોએ તેમની જર્સી પર યજમાન ટીમનું નામ લખવું પડશે. પછી ભલે મેચ ક્યાં પણ રમાય.IANSના એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે,BCCI ટીમની જર્સી પર પાકિસ્તાન લખવા માટે ઉત્સુક નથી. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ભારતીય બોર્ડ તરફથી આવો કોઈ સંદેશ મળ્યો હોવાનો ઇનકાર કર્યો છે.