/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2018/12/Sardar-Patel-Oct29-1.jpeg)
સરકારે આપ્યું કન્સેશન
વિશ્વની સૌથી ઉચી પ્રતિમા ક્યા આવેલીછે? કયા દેશમા, કયા રાજ્ય અન કયા જિલ્લા અને શહેરમા આવેલી છે? આ પ્રશ્ન હવે જનરલ નોલેજનો બની ગયો છે. ખાસ કરીને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ગૌરવભેર જવાબમા જણાવી રહ્યાં છે કે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે આવેલ નર્મદા ડેમથી ૩ કીમી દૂર આવેલ સાધુ ટેકરી પર સ્ટેચ્યૂ ઓફ યુનીટી આવેલી છે.
ગુજરાત સરકારે પ્રવાસીઓની સંખ્યામા વધારો થાય અને સરકારને કરોડોની આવક થાય તે માટે શિક્ષણ વિભાગના સંયુકત શિક્ષણ નિયામક ગાંધીનગરે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પરિપત્ર કરીને શાળાના વિદ્યાર્થીઓને પણ સ્ટેચ્યુ ઓફ યુનીટીનો પ્રવાસનુ આયોજન કરવાનુ ફરમાન કર્યુ છે.
આ આદેશાનુસાર નર્મદાના પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારીએ નર્મદાની દરેક શાળાના આચાર્યને પરિપત્ર કરીને વિદ્યાર્થીઓને સ્ટેચ્યૂ ઓફ યૂનીટીનો પ્રવાસ બાળકોને મોકલવાનુ ફરમાન કરાયુ છે.સામાન્ય લોકો માટે રૂ.૩૮૦ની ટીકીટ સામે શાળાના વિદ્યાર્થીઓ માટે રૂ.૯૦ કન્સેશનનો રેટ રખાયો છે. વિદ્યાર્થીઓ માટે સારી અને રાહતની વાત જરૂર છે પણ નર્મદા જિલ્લેા આદિવાસી વિસ્તાર છે. તેમા અભ્યાસ કરનારા ગરીબ બાળકોની સંખ્યા વધુ છે. જેમા ઘણા એવા બાળકો છે જેમના પગમા ચંપલ નથી. પેટે પાટા બાંધીને મજૂરી કરીને ભણતા નબળી આર્થિક પરિસ્થિતી વાળા બાળકો માટે સ્ટેચ્યૂના કન્સેશનની ટીકીટ ના રૂ.૯૦ કાઢવા પણ મુશ્કેલ છે. ત્યારે નર્મદાના ગરીબ બાળકો વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની સરદાર પટેલની પ્રતિમા જોવાથી વંચીત રહી જશે.
આ અંગે નર્મદાના નાયબ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી સચીન શાહે જણાવ્યુ હતુ કે બાળકો માટ રૂ.૯૦નું કન્શેશન આપ્યુ છે. નર્મદાના વધુ બાળકો આ પ્રતિમા નિહાળવાનો લાભ લે તેવો પ્રયત્ન કરાયો છે.