શેરબજારમાં આજે સારી શરૂઆત થઈ છે અને બજાર લીલા રંગમાં તેજી સાથે ખુલવામાં સફળ રહ્યું છે. શેરબજારની મુવમેન્ટ તેજી રહી છે અને બજારમાં સારી ખરીદી જોવા મળી રહી છે. આજે બજારની શરૂઆતની વાત કરીએ તો સેન્સેક્સ 230 પોઈન્ટના ઉછાળા સાથે ખુલવામાં સફળ રહ્યો છે.

મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સ્થાનિક શેરબજારમાં ખરીદી જોવા મળી રહી છે. આજના વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકો મજબૂત થયા છે; સેન્સેક્સમાં 250થી વધુ પોઈન્ટનો વધારો થયો છે તો નિફ્ટી પણ 17700ની નજીક પહોંચી ગયો છે. આજના કારોબારમાં સર્વાંગી તેજી છે. બેન્કો અને ફાઇનાન્શિયલ ઉપરાંત આઇટી અને મેટલ શેરોમાં પણ તેજી જોવા મળી રહી છે. બેન્ક અને નાણાકીય સૂચકાંકો નિફ્ટી પર અડધા ટકા વધ્યા છે. બીજી તરફ IT અને મેટલ ઇન્ડેક્સમાં લગભગ 0.70 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. એફએમસીજી, ફાર્મા અને રિયલ્ટી ઈન્ડેક્સ પણ મજબૂત થયા છે.

સેન્સેક્સના 30 શેરોમાંથી 28 શેરો ઉપર અને 2 શેર ડાઉન છે. નિફ્ટીના 50 શેરોમાંથી 43 શેરો ઉપર અને 7 શેર ડાઉન છે.

હાલમાં સેન્સેક્સ 260 પોઈન્ટ વધીને 59,345.94 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 81 અંક વધીને 17686ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. હેવીવેઇટ શેરોમાં ખરીદી છે; સેન્સેક્સ 30ના 29 શેરો લીલા નિશાનમાં છે. આજના ટોપ ગેનર્સમાં BHARTIARTL, TATASTEEL, TITAN, SBIN, WIPRO, NTPC, DRREDY નો સમાવેશ થાય છે.