ભરૂચના ઝઘડિયાનો બનાવ

વિદ્યાર્થીઓએ વિરોધ નોંધવ્યો

એસ.ટી.બસ રોકી કર્યું વિરોધ પ્રદર્શન

બસમાં ક્ષમતા કરતા વધુ વિદ્યાર્થીઓ કરે છે અવરજવર

તંત્રએ સમસ્યાના નિરાકરણની આપી ખાતરી

ભરૂચ જિલ્લાના ટ્રાયબલ બેલ્ટ વિસ્તાર ઝઘડિયામાં એસટી તંત્રની બેદરકારી સામે વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળ્યો. 110 જેટલા મુસાફરો માટે માત્ર 33 સીટની બસ ફાળવાતા વિદ્યાર્થીઓએ બસ અટકાવી વિરોધ નોંધાવ્યો.

ભરૂચ ઝઘડિયા તાલુકાના 10થી વધુ ગામોના વિદ્યાર્થીઓ રોજ અભ્યાસ માટે શહેરમાં એસટી બસ મારફતે અવરજવર કરે છે. પરંતુ પૂરતી બસ વ્યવસ્થા ન હોવાથી વિદ્યાર્થીઓને દરરોજ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

વિદ્યાર્થીઓનું કહેવું છે કે ક્ષમતા કરતાં અનેકગણા મુસાફરોને એક જ બસમાં મુસાફરી કરવાની ફરજ પડે છે, જેના કારણે સુરક્ષાનો પણ પ્રશ્ન ઊભો થાય છે.વિરોધની જાણ થતાં એસટી તંત્રના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા અને સમસ્યાના નિરાકરણ માટે જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી હતી. તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવાની ખાતરી મળ્યા બાદ વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ સમેટ્યો હતો.

હાલ વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે જો પૂરતી બસ વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે.