ભરૂચમાં 16 જુલાઈએ આયોજન
ભગવાન જગન્નાથની રથયાત્રાનું આયોજન
પોલીસ વિભાગ બન્યું સતર્ક
એસ.પી.અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ
શાંતિ સમિતિની બેઠકનું કરાયુ આયોજન
ભરૂચમાં 16 જુલાઈએ યોજાનારી રથયાત્રાને લઈને તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે. રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી.
ભરૂચમાં 16 જુલાઈએ શહેરના ત્રણ અલગ-અલગ સ્થળોથી નીકળનારી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષસ્થાને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી. બેઠકમાં હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો, વિવિધ વિભાગોના અધિકારીઓ તેમજ આયોજકો ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, ટ્રાફિક વ્યવસ્થા, સુરક્ષા સહિતના વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. જિલ્લા પોલીસ વડાએ બંને સમાજના આગેવાનોને કોમી એકતા અને ભાઈચારાની ભાવના જાળવી રાખી શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રાના પર્વની ઉજવણી કરવા અનુરોધ કર્યો હતો.
આ ઉપરાંત રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે અને જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં મૂકવામાં આવશે, તેવી માહિતી પણ આપવામાં આવી હતી.
