• બ્રાઇટર બીના વિદ્યાર્થીઓએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

  • 2100 બાળકોએ જટિલ ગણતરી ક્ષણવારમાં કરી

  • કેલ્ક્યુલેટર કે કોઈ ઉપકરણ વગર કરી ગણતરી

  • આંગળીના ટેરવે પલક ઝબકતા મેળવ્યા જવાબ

  • બાળકોએ યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડમાં પ્રાપ્ત કર્યું સ્થાન 

સુરતમાં બ્રાઈટર બીના એક સાથે 2100 વિદ્યાર્થીઓ દ્વારા કેલ્ક્યુલેટર વગર માત્ર આંગળીના ટેરવે ફાસ્ટ ગણતરી કરીને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે.

સુરત બ્રાઈટર બીના 2100 બાળકોએ એક સાથે મળીને કેલ્ક્યુલેટર વગર જ સરવાળા બાદબાકી ગુણાકાર સહિતના લાંબા પ્રશ્નોનું હાથની આંગળીના ટેરવે સોલ્યુશન આપ્યું હતું. એક સાથે આટલા વિદ્યાર્થીઓએ ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન કેલ્ક્યુલેટર વગર માનસિક શક્તિથી આપ્યું હોય તેવો વિશ્વનો પ્રથમ કિસ્સો મોટા વરાછા વિસ્તારમાં બન્યો હતો. આ રેકોર્ડને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની બુકમાં સ્થાન મળ્યું છે. 

સામાન્ય વ્યક્તિને આ જટિલ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવા માટે આધુનિક ઉપકરણો મોબાઇલ કેપછી કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરવો પડે પરંતુ બ્રાઈટર બીના વિદ્યાર્થીઓ દ્વારા માત્ર આંગળીના ટેરવે જ વ્યક્તિ જે પ્રકારે આંકડા બોલતા જાય તેના પ્લસમાઇનસગુણાકાર વિદ્યાર્થી પોતાના જ મનમાં કરીને અંતે સાચો આન્સર આપતા જોવા મળ્યા હતા.

યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમના સભ્ય પ્રકાશ લહેરી દ્વારા તમામ બાબતોની ખરાઈ કરવામાં આવી હતીઅને યુનિવર્સલ વર્લ્ડ રેકોર્ડની ટીમની હાજરીમાં જ 2100 વિદ્યાર્થીઓ દ્વારા એક સાથે સતત 5 મિનિટ સુધી ગણિતના લાંબા જટિલ પ્રશ્નોનું કેલ્ક્યુલેટર વગર જ પોતાની માનસિક શક્તિ અને આંગળીના ટેરવે ગણતરી કરીને સોલ્યુશન આપતા આ રેકોર્ડ સર્જ્યો હતો.