New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-122.jpg)
વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે સુરત ખાતે ભવ્ય રેલી આદિવાસી સમાજ દ્વારા કાઢવામાં આવી હતી. રીંગ રોડરિંગ રોડ ખાતે આવેલ ડો બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને ફુલહાર પહેરાવી રિંગરોડ થી ઉમરા મેદાનમાં રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.
ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસ દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરતમાં વસતા આદિવાસી સમાજ દ્વારા મોટી સંખ્યામાં રીંગ રોડ ખાતે આવેલ આંબેડકર પ્રતિમાથી લઈ ઉમરા મેદાન સુધી નાચતા ગાતા, આદિવાસી કલા કૃતિ બતાવી રેલી કાઢવામાં આવી હતી. રેલીમાં આદિવાસી સમાજની અલગ અલગ થીમ બનાવી આદિવાસી સમાજની સંસ્કૃતિ વિશે રેલીમાં પ્રદર્શન કરી લોકોમાં જાગૃતતા લાવવામાં આવી હતી.
Latest Stories