/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-39.jpg)
સુરત જિલ્લાના પલસાણા તાલુકાની દસ્તાન પ્રાથમિક શાળાના આચાર્યને 5મીએ શિક્ષક દિનના દિવસે શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે.
રાજયની વિવિધ શાળાઓમાં ફરજ બજાવતાં શિક્ષકો તથા આચાર્યોને શ્રેષ્ઠ કામગીરી અથવા યોગદાન બદલ શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ વર્ષે રાજયમાંથી સાત શિક્ષકોની એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. જેમાં દસ્તાન પ્રાથમિક શાળાના આચાર્ય વિશાલ ખત્રીનો પણ સમાવેશ થાય છે. તેઓ છેલ્લા ૫ વર્ષ થી આચાર્ય તરીકે દસ્તાન ખાતે ફરજ બજાવે છે અને આચાર્ય તરીકે નિમણુક બાદ આ શિક્ષકે શાળની સુરત બદલી નાખી છે. તેમણે બાળકોને આધુનિક ટેકનોલોજીની મદદથી શિક્ષણ આપવાનો પ્રોજેકટ અમલમાં મુકયો છે. શાળામાં અભ્યાસ કરતા ૨૦૦ થી વધુ બાળકો હાલ શાળામાં ડીજીટલ શિક્ષણ મેળવી રહ્યા છે. શાળામાં સ્માર્ટ ડીજીટલ બોર્ડ ,ડીજીટલ ટેકસ બુક અને સહિતના ડીજીટલ સાધનો વસાવવામાં આવ્યાં છે.