સુરત : જાહેર રસ્તા પર દારૂ સાથે બર્થ ડેની ઉજવણી : ચાર આરોપી ઝડપાયાં

New Update
સુરત : જાહેર રસ્તા પર દારૂ સાથે બર્થ ડેની ઉજવણી : ચાર આરોપી ઝડપાયાં

સુરતમાં જાહેર રસ્તા પર શરાબની મહેફીલ સાથે તલવારથી કેક કાપતો વડીયો વાઇરલ થયો હતો. અડાજણ પોલીસે આ વીડીયોમાં દેખાતા યુવાનો પૈકી 4ની ધરપકડ કરી છે જયારે દિપેશ રાજપુત સહિત અન્ય બે ને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.

સુરત અડાજણ વિસ્તારનો તોડા દિવસો પહેલા દારૂની બોટલ સાથે જાહેર તલવાર સાથે કેક કટિંગ કરી જન્મ દિવસ ની ઉજવણી કરતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.જેમાં મિત્રનો જન્મ દિવસ જાહેર રસ્તા પર તલવાર સાથે કેક કટીંગ કરી દારૂની બોટલ સાથે આરોપી નજરે ચઢ્યા હતા. આ વાયરલ વીડિયોમાં જન્મ દિવસ ઉજવણી સાથે જાહેર રોડ પર આતશબાજી સાથે ગાડીના ટેપનો અવાજ વધારી ડાન્સ પણ કરવામાં આવ્યો હતો. અડાજણ પોલીસે વીડિયો મામલે તપાસ કરતા ભુપત આહીર નામના ઇસમની હત્યામાં સંડોવાયેલ આરોપી દ્વારા આ ઉજવણી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું છે. આ કરતુત કરનાર 4 આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. સફેદ ટી શર્ટ સાથે દેખાતો ઈસમ દીપેશ રાજપૂત છે.જે હાલ ફરાર છે. હાલ પોલીસે મુખ્ય આરોપી દીપેશ રાજપૂત સહિત 2 આરોપીઓને વોન્ટેટ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories