New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-227.jpg)
સુરત મહાનગરપાલિકા દ્વારા રક્ષાબંધન પર્વને લઈને બહેનોને ગીફ્ટ આપવામાં આવી છે બી.આર.ટી.એસ અને સીટી બસમાં બહેનો અને 15 વર્ષ સુધીના બાળકોને ફ્રી મુસાફરી આપવામાં આવી છે
સુરત મહાનગર પાલિકા દ્વારા રક્ષાબંધન પર્વને લઈને બહેનોને અનોખી ભેટ આપવામાં આવી છે છેલા ત્રણ વર્ષની જેમ આ વર્ષે પણ મનપા દ્વારા બહેનોને ફ્રી મુસાફરી આપવામાં આવી છે રક્ષાબંધન પર્વ હોવાથી બહેનો ભાઈઓને રાખડી બાંધવા આવતી હોય છે ત્યારે સુરત જિલ્લામાંથી આવતી બસો અને સુરત શહેરમાં સીટી બસોમાં બહેનોને આજના દિન માટે ફ્રી મુસાફરી આપવામાં આવી રહી છે બહેનો પણ આ સેવાનો લાભ રહી છે અને મનપના આ કાર્યને વધાવી રહી છે આજના દિવસે બહેનો અને 15 વર્ષ સુધીના બાળકોને સુરત સીટીમાં ફ્રી મુસાફરી આપવામાં આવી રહી છે
Latest Stories