/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/12/15143904/maxresdefault-184.jpg)
સુરત શહેરના અડાજણમાં કારની લે-વેચ સાથે સંકળાયેલા વેપારીએ પાલ વિસ્તારમાં નવનિર્મિત કોમ્પ્લેક્સના અગિયારમા માળેથી કૂદીને મોતને વહાલું કરી લેતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
સુરત શહેરમાં અડાજણ વિસ્તારમાં આવેલી કલાપી રેસિડેન્સીમાં રહેતાં 33 વર્ષીય પારસ શ્યામ ખન્ના પરિવાર સાથે રહેતો હતો. પાલ RTO સામેના એક 11 માળના નવનિર્મિત કોમ્પ્લેક્સ નીચેથી પારસનો મૃતદેહ મળી આવ્યો હતો. બિલ્ડીંગ પરથી ઝંપલાવતાં પહેલાં પારસે પોતાના સોશિયલ મીડિયાના ગ્રુપમાં પોતાના જ ફોટા પર ઓમ શાંતિ, રેસ્ટ ઇન પીસ લખી મિત્રોને મેસેજ કર્યા હતાં. મૃતકના મિત્રોના જણાવ્યાં અનુસાર લોકડાઉન બાદ કાર લે-વેચનો ધંધો પડી ભાંગતા તેનો આવકનો સ્ત્રોત જતો રહયો હતો તેમજ બીજી તરફ તેને પોતાની પત્નીના ચારિત્રય ઉપર પણ શંકા હતી. આ બે કારણોસર તે હતાશામાં ગરકાવ થઇ ગયો હતો. આપઘાત કરતાં પહેલાં તેનો પત્ની સાથે ઝગડો થયો હોવાની વિગતો પણ સપાટી પર આવી છે. હાલ તો અડાજણ પોલીસે પારસ આપઘાત કેસમાં સ્થળ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.