સુરત : ચીકુવાડી રોડ પર એક મહિનાથી ડ્રેનેજનો ખાડો ન પુરાતા અકસ્માતો

New Update
સુરત : ચીકુવાડી રોડ પર એક મહિનાથી ડ્રેનેજનો ખાડો ન પુરાતા અકસ્માતો

સુરત સ્માર્ટ સિટીમાં જાહેર રસ્તા ઉપર છેલ્લા એક મહિનાથી ડ્રેનેજના ચેમ્બરનું ખાડો પુરવા માનપને સમય મળતો નથી. ડ્રેનેજ ના ખાડામાં અત્યાર સુધીમાં પાંચ જેટલા અકસ્માતના બનાવો બની ચુકયાં છે. જયાં ખાડો પડયો છે તે સોસાયટીમાં ભાજપના ઉપાધ્યક્ષ અને બે નગરસેવકોના પણ મકાન આવેલાં છે.

સુરતના પાંડેસરા ચીકુવાડી રોડ ડ્રેનેજના ચેમ્બરનું ઢાંકણું તૂટી જતા ખાડો પડી જવાથી અત્યાર સુધીમાં પાંચથી વધુ અકસ્માત સર્જાયા છે. રસ્તાની વચ્ચે જ ખાડો હોવાથી વાહનચાલકો તેમાં પટકાઇ રહયાં છે. અકસ્માતનો એક બનાવ સીસીટીવીમાં કેદ પણ થઇ ગયો છે. મનપાને છેલ્લા એક મહિનાથી ખાડો પુરવા સમય મળતો નથી. મહત્વની વાત તો એ કહેવાય કે મહાનગર પાલિકાના બે નગર સેવક અને ભાજપના ઉપા અધ્યક્ષના સોસાયટીની બહાર જ આ ખાડો આવેલો છે. છેલ્લા એક મહિનાથી ડ્રેનેજના ચેમ્બરનું ઢાંકણું તૂટી જતા ખાડો પડી ગયો છે. જયારે નગર જનોની સેવા કરનારા નગર સેવક પોતાના ઘરની બહારનો ડ્રેનેજના ખાડો પુરવા સમય ન મળતો હોય તો પ્રશ્ન ઉભો થાય છે કે સામાન્ય માણસોના કામમો કેવી રીતે કરી શકતા હશે. વહેલી તકે ખાડો પુરાવવામાં આવે તેવી સ્થાનિકો માંગ કરી રહયાં છે.

Latest Stories