New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-194.jpg)
સુરતના હીરાબજારની ચમક ફરીથી પાછી ફરે તેવા એંધાણ વર્તાઇ રહયાં છે. કેન્દ્ર સરકારે હીરાના જોબવર્ક પર જીએસટી ઘટાડી દેતાં ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. જોબવર્ક પર જીએસટી 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવ્યો છે.
સુરતના હીરા ઉદ્યોગકારોની છેલ્લા બે વર્ષ હીરા જોબવર્ક પર જીએસટી ઘટાડવાની માંગ કરવામાં આવી રહી હતી. આખરે સરકારે દિવાળી પહેલા હીરાના જોબવર્ક પર જીએસટી 5 ટકાથી ઘટાડી 1.5 ટકા કરવામાં આવતા ઉદ્યોગકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમય થી હીરા વેપારમાં મંદીની મોહોલ જોવા મળી રહયો છે. જેને કારણે રત્ન કલાકારો નોકરીઓ ગુમાવી રહયાં છે. હવે કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ઘટાડવામાં આવતા નાના હીરા ઉદ્યોગકારોને રાહત મળી છે. ડાયમંડ એસોસિએશનના સભ્યોએ સરકારના નિર્ણયને આવકાર્યો છે.
Latest Stories