/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/20144330/maxresdefault-240.jpg)
સુરત શહેરના ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચાર લોકોને અડફેટે લીધા હતા. જેને પગલે એક જ પરિવારના પિતા, પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું છે. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી.
મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. જેઓ સવારના સમયે બાઈક પરદીકરા ભાવેશ, સાહિલ અને ભત્રીજા ભુપેન્દ્રને લઈને શાળાએ મૂકવા જઈ રહ્યા હતા. તે દરમ્યાન ડિંડોલી બ્રિજ ઉપર પૂરપાટ જતી સિટી બસની અડફેટમાં આવી ગયા હતા. જેમાં પિતા યશંવતભાઈ અને દીકરા ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રનું નાઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
મળતી
માહિતી અનુસાર, અકસ્માત
બાદ સિટી બસનો ચાલક બસ લઈને સ્થળ
પરથી ફરાર થઈ ગયો હતો. બનાવના પગલે આસપાસના વિસ્તારમાં રહેતા સ્થાનિક લોકોમાં આક્રોશ ફેલાયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પણ દોડી આવી મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. અન્ય એક ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં
સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે. એક વર્ષ પહેલા આ જ
ડિંડોલી બ્રિજ ઉપર કારની અડફેટે પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે આજે ફરી તે જ
સ્થળ ઉપર અકસ્માત થતાં ત્રણ લોકો મોતને
ભેટ્યા છે. ડિંડોલી બ્રિજ પર થતા અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.