સુરત : બસની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત થી ફેલાયો રોષ, સ્મીમેર ખાતે ધરણાં પ્રદર્શન, મૃતદેહનો કર્યો અસ્વીકાર

New Update
સુરત : બસની અડફેટે એક જ પરિવારના ત્રણના મોત થી ફેલાયો રોષ, સ્મીમેર ખાતે ધરણાં પ્રદર્શન, મૃતદેહનો કર્યો અસ્વીકાર

સુરતના નવાગામ ડિંડોલી ઓવરબ્રિજ પર સીટી બસની અડફેટે બનેલી અકસ્માતની ઘટનામાં બે બાળકો સહિત એકજ પરિવારના ત્રણ લોકોના કરૂણ મોત નિપજયા હતા. આ ઘટના બાદ પરિવાર અને સમાજના લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ત્યારે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ભેગા થયેલા પરિવાર અને સમાજના લોકોએ મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી દીધો છે

સુરતના ડીંડોલી વિસ્તારમાં ગત રોજ સીટી બસ અકસ્માતની ઘટનામાં એકજ પરિવારના ત્રણ લોકોના મોત નિપજતા પરિવાર સહિત સમાજના લોકોમાં ભારે રોષ ફેલાયો છે. આજ રોજ સુરત મેડિકલ કોલેજ ખાતે મૃતકના પરિવારજન તેમજ સમાજના લોકો આક્રોશ સાથે પહોંચ્યા હતા અને ભારે વિરોધ સાથે તમામના મૃતદેહ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો. જ્યાં બસ કોન્ટ્રાક્ટર અને પ્રશાસનનાં ઉચ્ચ અધિકારીઓ હાજર નહીં થાય ત્યાં સુધી પાર્થિવ શરીરનો કબજો લેવાનો સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે. એટલું જ નહિ પરંતુ મૃતકોના પરિવારને આર્થિક સહાય અને નોકરી મળે તેવી માંગ પણ સમાજ અને પરિવારજનોએ કરી છે. સ્મીમેર હોસ્પિટલ ખાતે જ ધરણા પ્રદર્શન પરિવારજનો અને સમાજના લોકો દ્વારા કરવામાં આવી રહ્યા છે. જેને લઈ ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જો કે વિરોધ સાથે અકસ્માતમાં કસૂરવાર બાઇક ચાલક સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે.

Latest Stories