/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-27.jpg)
સુરત ઈંડા વેપારી પાસે જી.એસ.ટી. અધિકારી બની તોડ કરવા ગયેલા ૪ આરોપીઓને ડુમસ પોલીસે ઝડપી પાડ્યા હતા પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સુરતના ભટાર રોડ પર ઉમરાવ નગર સિદ્ધિ શેરીમાં રહેતા જયેશભાઈ રમણભાઈ પટેલ ઈંડાનો વેપાર કરે છે રવિવારે બપોરે તેઓ છોટા હાથી ટેમ્પો લઇ મગદલ્લા બંદર પૂજા હોટેલ પાસે ઈંડાની ડીલવરી આપવા ગયા હતા તે સમયે હેતલ પ્રવીણ ચંદ્ર પરીખ આવ્યો હતો અને પોતાની ઓળખ જી.એસ.ટી. ઓફિસર તરીકે આપી હતી.
હેતલે જયેશભાઈને કહ્યું હતું કે તમારી ગાડીમાં ૪૦૦ કરતા વધારે ઈંડા ભરેલા છે. જેથી તેના પર જી.એસ.ટી. લાગશે અને તમારો ટેમ્પો જી.એસ.ટી. ઓફિસે આવી દંડ ભરી લઇ જજો. ત્યારબાદ પૂજા હોટલમાં વિરેશ લાલજી પટેલે જયેશભાઈ પાસે બીલ બુક,લઇ પોતાની કારમાં મૂકી દીધી હતી. કાવતરાના ભાગ રૂપે રવી કનું પટેલ અને પ્રતિક જયંતી પટેલે જયેશભાઈ પાસે આવી જણાવ્યું હતું કે જી.એસ.ટી. ઓફિસર હેતલભાઈ જે પ્રમાણે કહે તે રીતે કરો જેને લીધે તેમને શંકા જતા અને લોકો એકત્ર થઇ જતા ચારેય ચીટરોને પકડી લેવાયા હતા અને સમગ્ર મામલે ડુમસ પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે તપાસ કરતા આ ચારેય બોગસ અધિકારી હોવાનું જાણવા મળ્યું હતું હાલ પોલીસે તેઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.