/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-214.jpg)
સુરતના પુણા ગામ વિસ્તારમાંથી પોલીસે ચાર ઠગોને ઝડપીને તેમની પાસેથી બે કરોડ રૂપિયાની નકલી ચલણી નોટો કબજે લીધાં છે. ટોળકીના સાગરિતો નકલી નોટો લોકોને પધરાવે તે પહેલા પોલીસે તેમને દબોચી લીધાં હતાં…..
સુરતના પુણા પોલીસ ના જાપ્તામાં ઉભેલા આ ત્રણેય આરોપી ઠગાઈને અંજામ આપતા હતા તે પણ અસલી ચલણી નોટ બતાવી ડુપ્લિકેટ નોટ પકડાવીને ઠગાઈ કરતા હતા જોકે આખરે સુરત પોલીસે ભાંડો ફોડી નાખ્યો અને આવી ગ્યા છે સકંજામાં... પકડાયેલા ચાર ઠગો જુબેર અહેમદ કુરેશી.... ચંદ્રભાઈ રામકૃષ્ણ મોર્યા.. ઇમરાન ખાલીદ શેખ, સલીમ ઇસ્મામ શેખને પકડી પાડ્યા છે. સ્ક્રીન પર દેખાતા ૨ હજાર ની નોટો ના બંડલ અસલી નથી પણ તેમાં પહેલી નોટ અસલી બાકી બધી નોટો છે.
પકડાયેલ આરોપીઓ નોટોના બંડલ ના ઉપરના ભાગે અસલી અને નીચેના ભાગે ચિલ્ડ્રન બેંકની નોટો મુકી દેતા જેથી રૂપિયાનું બંડલ અકબંધ લાગે. આ રીતે ઠગાઈ કરતાં અને મુંબઈથી આવતાં ચાર ઠગોને પુણા પોલીસે ઝડપી લીધા હતાં. તેમની પાસેથી પુણા પોલીસે આશરે બે કરોડની નકલી નોટ એટલે કે ચિલ્ડ્રન બેંકની નોટો અને 38 હજારની અસલી નોટ કબજે લીધી છે. તેઓ લોકો સાથે ઠગાઇ કરે તે પહેલા જ પોલીસ સંકજામાં આવી ગયાં છે. આરોપીઓનું નેટવર્ક કયા સુધીનું છે અન્ય કોની કોની સંડોવણી છે તેમજ અગાઉ પણ આવી રીતે કોઈ ઠગાઈ ને અંજામ આપ્યો છે કે તે દિશામાં હાલ તો પોલીસ તપાસ કરી રહી છે