/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/03/26192500/maxresdefault-375.jpg)
ઉનાળાની શરૂઆતમાં જ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામા સિંચાઈના પાણી કકળાટ જોવા મળી રહ્યો છે.ઓલપાડના ઇસનપોર ગામના ખેડૂતોને તાલુકામાં સિંચાઇનું રોટેશન શરૂ થયાના 25 દિવસ પછી પણ એકપણ ટીપું પાણી ન મળતા ખેડૂતોમાં રોષ છે ત્યારે સિંચાઇ વિભાગના અધિકારીઓની બેદરકારીથી આ વિસ્તારના ૩૦૦ થી વધુ વિંઘાના ઉભા પાકને પાણી ન મળતા પાક સુકાવાની દહેશત વર્તાઈ છે.
આ વર્ષે સારો વરસાદ પડતા ઉકાઈ ડેમ પણ છલોછલ ભરાતા જગતનો તાત ખુશ ખુશાલ હતો પરંતુ ઓલપાડ તાલુકામા સિંચાઇ ખાતાના અધિકારીઓની બેદરકારી ના કારણે ઇશનપોર ગામના ખેડૂતોમાં રોષ છે.સિંચાઈનું રોટેસન 1 માર્ચથી શરૂ થયુ હતું અને આજે 25 દિવસ થવા આવ્યા પરંતુ હજુ સુધી ઇસનપોર ગામની સીમમાં આવેલી કેનાલમાં પાણી પોહચ્યુ નથી.આ નહેરના રોટેશન દરમ્યાન સિંચાઇ ખાતાના અધિકારીઓ નહેર ઉપર ફરકતા જ નથી.વારંવાર સિંચાઈના અધિકારીઓને ખેડૂતો દ્વારા સિંચાઈના પાણી માટે રજુઆત પણ કરાઈ છે.કેટલાક ખેડૂતો તળાવમાંથી ૨૦૦૦ ફૂટની લાંબી પાઇપ લાઇન કરીને માયુનો પાક બચાવવા પ્રયાશો કરી રહ્યા છે.
ઓલપાડ તાલુકામા ખાસ કરીને ડાંગર,શેરડી અને શાકભાજીના પાકોનું વાવેતર કરવામાં આવે છે. ઉનાળાની આકરી ગરમી પડવાની શરૂઆત થતા જ ડાંગર અને શાકભાજીના પાકોમાં સિંચાઈના પાણીની જરૂરિયાત વધુ હોય છે ત્યારે ઇશનપોર ગામના ખેડૂતો ને આજ દિન સુધી સિંચાઈનું પાણી ન મળતા 300 થી વધુ વીઘામાં પાકો શુકાવાની દેહસત વર્તાઈ રહી છે.જેને લઈ ખેડૂતોને મોટું નુકસાનની ભીતિ છે ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીએવ પાણી માટે આશ્વાસન આપ્યું હતું