સુરત : ઉધનામાં ઇલેકટ્રીક સ્વીચ બનાવતાં કારખાનામાં ભીષણ આગ

New Update
સુરત : ઉધનામાં ઇલેકટ્રીક સ્વીચ બનાવતાં કારખાનામાં ભીષણ આગ

સુરતવાસીઓ એક તરફ કોરોનાની મહામારી સામે ઝઝુમી રહયાં છે તેવામાં આગના બનાવો પણ બની રહયાં છે. શહેરના ઉધના વિસ્તારમાં ઇલેકટ્રીકની સ્વીચ બનાવતી કંપનીમાં ગુરુવારની રાત્રિએ અચાનક આગ ફાટી નીકળતાં દોડધામ મચી ગઇ હતી.

સુરત શહેરના ઉધના વિસ્તારમાં અનેક કારખાનાઓ ધમધમી રહયાં છે તેવામાં ઇલેકટ્રીકની સ્વીચ બનાવતી ફેકટરીમાં આગનો બનાવ બન્યો છે. કારખાનામાં લાગેલી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ધુમાડાના ગોટેગોટા દુર દુર સુધી દેખાયાં હતાં. બનાવની જાણ થતાં લાશ્કરો સ્થળ પર દોડી આવ્યાં હતાં અને આગને કાબુમાં લેવાની કવાયત હાથ ધરી હતી. ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો. જે કંપનીમાં આગ લાગી તે કંપનીનું નામ ભાવના ટ્રેડિંગ હોવાનું બહાર આવ્યું છે. કારખાનામાં આગ કેવી રીતે લાગી તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી. સદનસીબે આગની ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. સુરતમાં કોરોનાની મહામારી વચ્ચે તંત્ર સતત વ્યસ્ત છે તેવામાં આગના બનાવોએ હવે લાશ્કરોની દોડધામ વધારી દીધી છે.

Latest Stories