/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-250.jpg)
ફાયર સેફ્ટીના અભાવના કારણે સુરત શહેરના અલગ અલગ ઝોનની 6 સ્કૂલોને સીલ મારી દેવામાં આવ્યું છે. અલગ અલગ ટીમો બનાવી રાત્રીના સમયે જ ફાયર વિભાગ દ્વારા સીલ મારી દેવામાં આવ્યું છે. સ્કૂલોમાં હાલ પરીક્ષાઓ ચાલતી હોવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે.
સરથાણામાં ચાર મહિના પહેલા સર્જાયેલા અગ્નિકાંડ બાદ ફાયર વિભાગ દ્વારા સર્વે કરી ફાયર સુવિધા ઉભી કરવા માટે હાઈરાઈઝ ઈમારતો, કોમ્પલેક્ષ, સ્કૂલ સહિતનાને નોટીસ પાઠવવામાં આવી હતી. જોકે, હજુ પણ કેટલાક ફાયર સેફ્ટી ઉભી કરવાની દરકાર લઈ રહ્યા નથી. જેથી ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગ દ્વારા મોડી રાત્રે અલગ અલગ ઝોનમાં ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અલગ અલગ ઝોનની 6 સ્કૂલોને ફાયર સેફ્ટીના અભાવના કારણે સીલ મારી દેવામાં આવી છે. હાલ સ્કૂલોમાં પરીક્ષાઓ ચાલતી હોવાથી સવારે વિદ્યાર્થીઓ સ્કૂલો આવતા સીલ જોઈને ઘરે પરત ફરવાનો વારો આવ્યો છે. સીલ મરાયેલી શાળાઓમાં વેડરોડ પર આવેલી નિલકંઠ કન્યા વિદ્યાલય, મારૂતી વિદ્યાલય, શાહપુરમાં આવેલી સર જેજે સ્કૂલ, ગોડાદરા ખાતે આવેલી ધાર્મી એન્ડ લેવ, સિટીલાઈટ ખાતે આવેલી લોકભારતી સ્કૂલ અને સીબી ભંડારી સરસ્વતી વિદ્યાભવનનો સમાવેશ થાય છે.