સુરત : ગાંધી જયંતિએ પીએમ અમદાવાદમાં, જીતુ વાઘાણીએ યોજી પત્રકાર પરિષદ

New Update
સુરત : ગાંધી જયંતિએ પીએમ અમદાવાદમાં, જીતુ વાઘાણીએ યોજી પત્રકાર પરિષદ

સુરત આવતી કાલે રાષ્ટ્રીયપિતા મહાત્મા ગાંધીજીની 150 જન્મજયંતિના અવસરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે. 17મીના રોજ જન્મદિવસની ઉજવણી બાદ તેઓ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહયાં છે. તેઓ સાબરમતી આશ્રમ તથા રીવર ફ્રન્ટ સહિતના સ્થળોએ આયોજીત કાર્યક્રમોમાં હાજરી આપશે.

વડાપ્રધાનના ગુજરાત પ્રવાસને લઈને પ્રદેશ પ્રમુખ જીતુ વાઘણીએ સુરત ખાતે પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 150 મી જન્મ જયતિ એ વડાપ્રધાન ગુજરાતમાં આવી રહ્યા છે એ ખુશીની વાત છે. ભાજપના આગેવાનો દ્વારા વડાપ્રધાનનું એરપોર્ટ પર સ્વાગત કરાશે. સાંજ 6 કલાક અને 20 મિનિટે તેઓ સાબરમતી આશ્રમ પર જઈ ફુલહાર કરશે.તેઓ ત્યાં અડધો કલાક સુધી રોકાણ કરશે. 7 વાગ્યે રિવર ફ્રન્ટ પર ગાંધીજયતી ની ઉજવણી નિર્મિતે કાર્યક્રમમાં હાજરી આપશે. આ કાર્યક્રમમાં દેશભરના 10 હજારથી વધારે સરપંચોને આમંત્રિત કરાયાં છે. ત્યાર બાદ અમદાવાદ ખાતે આવેલ જીએમડીસી ગ્રાઉન્ડમાં આયોજિત ગરબા મહોત્સવ માં 8.40 વાગે હાજરી આપશે અને 9.15 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

Latest Stories