સુરત : તમંચાની અણીએ 20 મિનિટમાં રૂપિયા 2.15 લાખની લૂંટ, તસ્કરો થયા સીસીટીવીમાં કેદ

New Update
સુરત : તમંચાની અણીએ 20 મિનિટમાં રૂપિયા 2.15 લાખની લૂંટ, તસ્કરો થયા સીસીટીવીમાં કેદ

સુરતના ઉધના ખાતે આવેલ કલ્યાણ કુટિરમાં આવેલી સ્વસ્તિક મોબાઈલની દુકાનમાં ગ્રાહકના સ્વાંગમાં આવેલા લૂંટારૂઓએ બંદુકની અણીએ રૂપિયા 2.15 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.

સુરતના ઉધના વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટિર ખાતે ભરચક વિસ્તાર હોવા છતાં દિનદહાડે મોબાઈલની દુકાનમાં લૂંટારુઓ બંદૂકની અણીએ 20 મિનિટમાં રૂપિયા 2.15 લાખની લૂંટકરી ફરાર થઈ ગયા હતા. ઘટનાને લઈ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. લૂંટની આ ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં ઉચ્ચ અધિકારી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. જ્યારે લૂંટની સમગ્ર ઘટના દુકાનમાં લગાવેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઉધનાના ચીકુવાડી ખાતે રહેતા હિમાંશુ શેખર હેમતાકુમર દાસ કલ્યાણ કુટિર ખાતે સ્વસ્તિક મોબાઈલ નામની દુકાન ચલાવે છે. તેઓ દુકાનમાં એકલા હતા એ દરમિયાન ગ્રાહકના સ્વાંગમાં આવેલા ચાર લૂંટારુઓએ હીમાંશુને બંદૂકની અણી બતાવી લાફો મારીને દુકાનમાં રાખેલ અલગ અલગ કંપનીના 17 મોબાઈલ ફોન સહિત રોકડ રૂપિયા 10590 મળી રૂપિયા 2.15 લાખની 20 મિનિટમાં લૂંટની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ ઉધના પોલીસને થતાં ઉધના પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલ પોલીસે લૂંટનો ગુનો નોંધી સીસીટીવીના આધારે લૂંટારુઓને ધરપકડ કરવા કવાયત હાથ ધરી છે.

Latest Stories