New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-149.jpg)
સમગ્ર રાજયમાં સોમવારથી ટ્રાફિકના નવા નિયમોના અમલની શરૂઆત કરવામાં આવી છે. સુરતમાં હેલ્મેટ પહેર્યા વિના નીકળેલા વાહનચાલકોને 500 રૂપિયાનો મેમો ફટકારવામાં આવ્યો હતો.
સુરત જીલ્લામાં ટ્રાફિક નિયમનને લઈ નવા કાયદાની અમલવારી આજથી શરૂ કરી કરી દેવામાં આવી છે. શહેરમાં ટ્રાફિક પોઇન્ટ પર હેલ્મેટ વગરના વાહન ચાલકોને રોકી દંડ વસુલવામાં આવી રહ્યો છે, જ્યારે દંડના ભાર સામે અનેક વાહનચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા નજરે પડ્યા હતા. ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને રોકી જરૂરી પુરાવાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે ભારે ભરખમ દંડના ભયથી અનેક વાહન ચાલકો હેલ્મેટ પહેરીને વાહન ચલાવતા નજરે પડી રહ્યા છે. બીજી તરફ પોલીસ વાહન ચાલકોને નવા કાયદાની જાણકારી પણ આપી રહી છે.
Latest Stories