સુરત : કોસંબા નજીક ટેન્કર-ટ્રક વચ્ચે અકસ્માત, ટેન્કરમાં આગ લાગતાં ચાલક અને ક્લીનર ભડથું

New Update
સુરત : કોસંબા નજીક ટેન્કર-ટ્રક વચ્ચે અકસ્માત, ટેન્કરમાં આગ લાગતાં ચાલક અને ક્લીનર ભડથું

સુરત જિલ્લાના કોસંબા નજીક ગત મોડી રાત્રીએ ટેન્કર અને ટ્રક વચ્ચે અકસ્માતની ગોઝારી ઘટના બની હતી. જેમાં ટેન્કરમાં આગ લાગતાં ડ્રાયવર અને કલીનર જીવતા સળગી ગયાં હતાં.

સુરત જિલ્લાના કોસંબા નજીક રાષ્ટ્રીય ધોરી માર્ગ ઉપર ગત મોડી રાત્રીએ એક ટ્રકમાં પંચર પડતા ડ્રાઇવરે ટ્રકને બ્રિજની સાઇડમાં પાર્ક કરી હતી. તે સમયે પુરઝડપે આવતા ટેન્કરે અચાનક ઉભેલ ટ્રકની પાછળ ધડાકાભેર ટક્કર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ બંને વાહનોમાં આગ લાગી હતી. પરંતુ ટેન્કરમાં આગ એટલી જલ્દી ફેલાઈ ગઈ કે ટેન્કર ચાલક અને ક્લીનર બન્નેને ટેન્કરમાંથી બહાર નીકળવાનો સમય જ ન મળ્યો હતો, કમનસીબે ટેન્કરના કેબિનમાં જ ચાલક અને ક્લીનર બન્ને ભડથું થઇ જતાં ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. આઇઆરબીના ફાયર વિભાગને તાત્કાલિક જાણ થતાં ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી આગને કાબુમાં લીધી હતી. બનાવ અંગે કોસંબા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Latest Stories