સુરત: કોરોનાકાળમાં કાપડ નગરી જવું હોય તો આ સમાચાર અચૂક નિહાળો

New Update
સુરત: કોરોનાકાળમાં કાપડ નગરી જવું હોય તો આ સમાચાર અચૂક નિહાળો

કાપડ નગરી સુરતમાં કોરોનના કેસ વધતા આંતર જિલ્લા સરહદ પર તંત્ર દ્વારા ચેકપોસ્ટ બનાવવામાં આવી છે અને જિલ્લા તેમજ રાજ્ય બહારથી આવતા લોકોનો કોરોના ટેસ્ટ કર્યા બાદ જ તેમજ શહેરમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે.

હાલ સુરત ગ્રામ્ય અને શહેરમાં ફરી વધુ એકવાર કોરાનાનું સંક્રમણ વધ્યું છે ત્યારે તકેદારી ના ભાગ રૂપે સુરત મહાનગર પાલિકા દ્વારા હદ પર કોરાના રેપીડ ટેસ્ટની કામગીરી હાથ ધરવામાં આવી છે અને અન્ય જિલ્લામાંથી તેમજ અન્ય રાજ્યમાંથી આવતા મુસાફરોને થોભાવી કોરાના રેપીડ ટેસ્ટ કરી રહ્યા છે. જો રિપોર્ટ નેગેટિવ આવે તો જ શહેર પ્રવેશ આપી રહ્યા છે. જો પોઝિટિવ કેસ આવે તો હાજર તબીબો દર્દીને હોમ કોરેન્ટાઇન તેમજ વધુ સારવારની તજવીજ હાથ ધરી રહ્યા છે ત્યારે હાલ શહેર ગ્રામ્ય વિસ્તારની હદ પર રોજના 800 થી વધુ કોરાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે રોજના 20થી વધુ પોઝિટિવ કેસ નોંધાઇ રહ્યા છે.

Latest Stories