સુરતમાં જન્માષ્ટમીની ધૂમ..મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવનો આનંદ

New Update
સુરતમાં જન્માષ્ટમીની ધૂમ..મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવનો આનંદ

દેશભરમાં જન્માષ્ટમી પર્વની ધૂમ મચી છે. તમામ મંદિરો જય શ્રી કૃષ્ણના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ત્યારે સુરતમાં ગોવિંદા મંડળની ધૂમ જોવા મળી હતી. સુરતમાં ગોવિંદા મંડળે ડી.જેના તાલ સાથે દહીં હાંડી ફોડી હતી.

આજે જન્માષ્ટમી છે અને ૧૨ના ટકોરે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ થશે .યશોદાના લાલના વધામણા કરવા દેશભરમાં તડામાર તૈયારીઓ કરી દેવામાં આવી છે. ત્યારે સુરતમાં પણ જન્માષ્ટમી પર્વની ધૂમ જોવા મળી રહી છે. સુરતના તમામ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવને લઈને ઉત્સાહ જોવા મળી રહયો છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર મંદિરોમાં જોવા મળી રહ્યું હતું. તો બીજી તરફ સુરતમાં ગોવિંદા મંડળની ધૂમ પણ જોવા મળી રહી છે. સુરતની તમામ શેરીઓ તથા જાહેર માર્ગો પર દહીં હાંડી ફોડવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે. ગોવિંદા મંડળ દ્વારા ડી.જે. તાલે દહીં હાંડી ફોડી હતી.

Latest Stories