/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-201.jpg)
સુરત શહેરની કેટલીક હોટલો દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે. હોટલ દ્વારા ગ્રાહકને પીરસવામાં આવેલ શાકમાંથી જીવાત નીકળી આવ્યા હોવાનો વિડીયો હાલ સોસિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે.
સુરત શહેરની એક હોટલમાં ગ્રાહકને પીરસવામાં આવેલ શાકમાંથી જીવાત નીકળી હતી. વાયરલ વિડીયોમાં હોટેલ દ્વારા ગ્રાહકને પીરસવામાં આવેલ શાકમાંથી જીવાત નીકળી આવતા લોકોના આરોગ્ય સામે સવાલ ઉભા થઇ રહ્યા છે. આરોગ્ય વિભાગની આળસના પગલે શહેરની હોટલ દ્વારા લોકોના આરોગ્ય સાથે ચેડા કરી રહ્યા હોય તેમ જણાઈ આવે છે. વિડિયોમાં જોઈ શકો છો કે, ગ્રાહકને પીરસવામાં આવેલ શાકમાં એક જીવતી ઇયળ દેખાઈ રહી છે. શાકમાંથી જીવાત નીકળતા ગ્રાહકે ભારે હોબાળો મચાવ્યો હતો. સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલ એક હોટલનો વિડીયો વાયરલ થયો હોવાની ચર્ચા સાંભળવા મળી રહી છે. પરંતુ હાલ વાયરલ વિડિયો ક્યાં વિસ્તારનો છે.? તે પાલિકાના આરોગ્ય વિભાગ તેમજ ફૂડ એન્ડ ડ્રગ વિભાગ માટે તપાસનો વિષય બન્યો છે.