સુરત મહાનગરપાલિકાની કતારગામ ઝોન ઓફિસ ખાતે અરજદારોની ભીડ ઉમટી પડતાં સોશિયલ ડીસ્ટન્સીંગના ધજાગરા ઉડી ગયાં હતાં. નળ તથા ડ્રેનેજના ગેર કાયદેસરના જોડાણો કાયદેસરના કરવા માટે આજે છેલ્લો દિવસ હોવાથી મોટી સંખ્યામાં લોકો ઝોન ઓફીસ ખાતે આવ્યાં હતાં.
કોરોનાને લઈને શોશ્યલ ડીસટન્સ જાળવવા મનપા તંત્ર સતત અપીલ કરી રહ્યું છે અને નિયમનો ભંગ કરનારા લોકો સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. પરંતુ ખુદ મનપામાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. સુરતના કતારગામ ઝોન ઓફિસમાં જ નિયમોનો ભંગ થતો જોવા મળ્યો હતો. ડ્રેનેજ અને નળ જોડાણને કાયદેસર કરવાની આજે છેલ્લી તારીખ હોવાથી અહી મોટો સંખ્યામાં લોકો આવી પહોચ્યાં હતાં.
સુરત મ્યુનિસિપલ વિસ્તારમાં છ લાખ જટલા નળ જોડાણ ગેરકાયદેસર છે તેને કાયદેસર કરવા માટે મ્યુનિ. તંત્ર દ્વારા અનેક વાર પ્રયાસ કરીને જુદી જુદી યોજના કરી આખરી તારીખ જાહેરાત કરી હતી. પરંતુ સુરતમાં ડ્રેનેજ અને નળ જોડાણને કાયદેસર કરવાની યોજનાને સફળતાં મળી ન હતી. હાલમાં સરકાર દ્વારા ગેરકાયદે નળ જોડાણને કાયદેસ કરવા માટે નલ સે જલ તક યોજના જાહેર કરી છે. માત્ર 500 રૃપિયાની રકમ ભરીને આ નળ જોડાણ કાયદેસર થઈ શકશે. નળ જોડાણ કાયદેસર કરાવવા માટે 31 ડિસેમ્બર 2020 અરજી માટે અંતિમ તારીખ રાખવામા આવી હતી. ત્યારે આજે નળ જોડાણ કાયદેસર કરવા માટે ફોર્મ ભરવા અને પૈસા ભરવા માટે અહી મોટી સંખ્યામાં લોકો આવી જતાં દો ગજ કી દુરીના નિયમનો સરેઆમ ભંગ થયો હતો.