સુરત : “સરસ્વતીનું વાહન ખુદ સરસ્વતીના મંદિરમાં”, કુકણા ડુંગરી શાળામાં રોજ આવે છે મોર

New Update
સુરત : “સરસ્વતીનું વાહન ખુદ સરસ્વતીના મંદિરમાં”, કુકણા ડુંગરી શાળામાં રોજ આવે છે મોર

આજે અમે તમને એવો એક મોર બતાવવા જઈ રહ્યા છે જે રોજ શાળાએ જાય છે. આ મોર શાળામાં વિદ્યાર્થીઓ સાથે વર્ગખંડમાં બેસે છે, વિદ્યાર્થીઓ સાથે જમવા જાય છે અને વિદ્યાર્થીઓ સાથે મેદાનમાં રમવા પણ જાય છે. છેલ્લા ૧ વર્ષથી આ મોરનો નિત્ય કર્મ છે શાળાએ આવવાનો. નિહાળો કનેક્ટ ગુજતરતનો વિશેષ અહેવાલ...

આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. એમ તો મોરની સોળ કળા જગતમાં વિખ્યાત છે અને મોર જેટલું સુંદર પક્ષી કદાચ દુનિયામાં કોઈ નથી. પરંતુ આજે અમે તમને એવા એક મોરને બતાવવા લઇ જઈ રહ્યા છે, જે શાળા એ જાય છે. જી હા આ મોરનું નામ છે "ટપુ". મહુવા તાલુકાના કુંકણા ડુંગરી ગામની પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી આ મોર કહીએ તો કઈ ખોટું નથી. કેમ કે છેલા ૧૫ મહિનાથી આ મોર અહિયાં નિયમિત જાણે અભ્યાસ કરવા આવતો હોય તેમ લાગે છે. શાળામાં વિદ્યાર્થીઓ સાથે બેસે, રમે અને તેઓના સમયે જમે પણ છે. મોર શાળા તેમજ શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે એટલો પરિચિત થઇ ગયો છે જાણે માનવીનું બાળક હોઈ. નથી કોઈની બીક કે નથી કઈ અજુગતું લાગતું. સરસ્વતીનું વાહન જાણે ખુદ સરસ્વતીના મંદિર એવા શાળામાં શિક્ષા લેવા આવતું હોય તેમ જણાઈ આવે છે.

કુકણા ડુંગરી ગામમાં અનેક મોર અને ઢેલ વસવાટ કરી રહ્યા છે, જે પૈકી એક ઢેલ ૧૫ મહિના પહેલા શાળાની બાજુમાં રહેતા હેમંત પાવાગઢીના ઘરના ધાબા પર ઈંડા મુક્યા હતા અને સમય જતા મોરના બચ્ચા આવ્યા હતા. થોડા દિવસ બાદ તમામ બચ્ચા અને ઢેલ ત્યાંથી જતા રહ્યા હતા, પણ આ ટપુ નામનો મોર ત્યાં જ રહી ગયો હતો. ત્યાર બાદ હેમંત પાવાગઢી દ્વારા એની કાળજી લેવામાં આવી. જોકે બાજુમાં જ શાળા ના નાના નાના ભૂલકાઓને જોઈ આ નાનો મોર પણ ત્યાં રમવા માટે જવા માંડ્યો અને જાણે તે તેનો નિત્યકર્મ બની ગયો હોય. બાળકો શાળામાં આવે અને પાછા જાય ત્યાં સુધી બાળકો સાથે જ રહેવા લાગ્યો. બાળકોને પણ આ મોર સાથે દોસ્તી થઇ ગઈ અને તેનું નામ પણ ટપુ રાખી લીધું. છેલ્લા ૧૨ મહિનાથી ટપુ નીત્યક્ર્મે શાળાએ આવી જાય છે અને શાળાનો સમય સમાપ્ત થાય એટલે ફરી તેના જંગલ વિસ્તારમાં જતો રહે છે. વિધાર્થીઓને પણ છેલ્લા ૧૨ મહિનાથી આ નવા મહેમાન સાથે ભણવાની મઝા પડી રહી છે. મોરને પણ જાણે તમામ વિધાર્થીઓ સાથે મૈત્રી થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે.

Latest Stories