/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-124.jpg)
ગણેશ વિસર્જનના દિવસે સુરતમાં બે હત્યાના બનાવો બન્યા હતા ભેસ્તાન આવાસ પાસે એક ઇસમની તો બીજી તરફ લાલગેટ વિસ્તારમાં એક આધેડની હત્યા કરી દેવામાં આવી હતી ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી .
સુરત લાલગેટ પોલીસની હદ્દમાં વેડ રોડ પર જીલાની બ્રીજ પાસે આધેડની હત્યા કરાઈ હતી. વેડ દરવાજા પાસે મુસીબતપુરામાં રહેતા 50 વર્ષીય ગુલામ મહમદ હુસેન શેખ રીક્ષા ચલાવે છે.તેમના ઓળખીતાની બાઇકની વાયર એક બકરીએ ચાવ્યા હતા. તેથી ગુલામ શેખ બકરીના માલિક સમીર માંડવાને કહેવા ગયા હતા. તેથી સમીર અને તેના સાગરિતો હર્ષદ અને લાલાએ ગુલામ સાથે ઝઘડો કર્યો હતો. ગુલામને ચપ્પુના ત્રણેક ઘા મારી દીધા હતા. ગુલામ શેખને ગંભીર હાલતમાં હોસ્પિટલ લઈ જવાયા હતા. ત્યાં તેમને મૃત જાહેર કરાયા હતા. પોલીસે મોડી રાત્રે લાલગેટે બનાવવાળા સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પોલીસે હત્યાના બંને બનાવોમાં વધુ તપાસ હાથ ધરી છે.