New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-18.jpg)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જયંતિ નિમિતે ભારત દેશને પ્લાસ્ટિક મુક્ત બનવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. ત્યારે સુરતવાસીઓ પણ બાપુજીની જન્મ જયંતિ નિમિતે પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનની શરૂઆત કરી છે.
સ્વચ્છ સુરત અને સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે પ્લાસ્ટિક મુક્ત ભારતના સંકલ્પને સાર્થક કરવાની દિશામાં સુરતવાસીઓ કદમ ઉઠાવી રહ્યા છે. ત્યારે સુરત શહેરના ઉધના વિસ્તારમાં નગર સેવકો, પાલિકાના અધિકારીઓ તેમજ આગેવાનો ઘરે ઘરે જઈને પ્લાસ્ટિકની ઉઘરાણી કરી રહ્યા છે. પ્લાસ્ટિકની ઉઘરાણી કરીને ભવિષ્યમાં ક્યારે પણ પ્લાસ્ટિકનો વપરાશ નહીં કરવા લોકોને માર્ગદર્શન સાથે સમજૂતી આપવામાં આવી હતી.
Latest Stories