/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-167.jpg)
સુરત અઢી મહિના અગાઉ કતારગામ વિસ્તારમાંથી રૂપિયા ૪ લાખથી વધુના એમ્બ્રોઈડરી મશીનના પાર્ટસની ચોરી કરી ભાગતા ફરતા આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ પોલીસનો કાફલો પેટ્રોલીંગમાં હતો તે દરમ્યાન બાતમીના આધારે વોચ ગોઠવી ડિંડોલીમાં આવેલ પાનના ગલ્લા પાસેથી શંકાસ્પદ જણાતા ઈસમને આંતરીને તેની પુછપરછ કરતાં આરોપીએ તેનું નામ રૂપક કુસુમભા વોડા અને તે ડિંડોલી સ્થિત વૃદાવંન સોસાયટીમાં ભાડાના મકાનમાં રહે છે. પોલીસની વધુ પૂછપરછમાં રૂપકે જણાવ્યું હતુ કે, તે છેલ્લા ૧૧ વર્ષથી સુરતમાં એમ્બ્રોઈડરીના કારખાનામાં મજુરી કામ કરતો હતો. છેલ્લા ૩ વર્ષથી તે પોતાના વતન જઈ શકયો ન હતો. વતનથી તેની માતા અને બહેન તેને બોલાવ્યા કરતાં પરંતુ રૂપક પાસે પૈસા ન હોવાથી તે વતન જઈ શકતો ન હતો.
રૂપકે તેના મિત્ર મુસાફીર પાસે પૈસાની માંગણી કરી હતી, તો મિત્ર મુસાફીરે પોતોની પાસે પૈસા તો નથી. પરંતુ, કતારગામની જીઆઈડીસીમાં આવેલ એક કારખાનામાં તે કામ કરતો હતો. જે કારખાનું હાલ બંધ છે. જેથી બન્નેએ રાત્રીના સમયે આ બંધ કારખાનાનું તાળુ તોડી અંદર પ્રવેશ કરીને ત્યાંથી એમ્બ્રોઈડરી મશીનના પાર્ટસની ચોરી કરી જે રૂપિયા મળે તેને સરખે ભાગે વહેંચી લેવાનું કાવતરું ઘડ્યું હતું. જે દરમ્યાન કાવતરા મુબજ બન્ને સાથે મળીને એકટીવા ઉપર કારખાનામાં ગયા હતા અને એમ્બ્રોઈડરી મશીનના કોડીંગ, ડીવાઈસ, કોર્ડીંગ કાર્ડ, માસ્ટર કાર્ડ સહિત કારખાનામાં લગાવેલ સીસીટીવી કેમેરા તથા ડીવાઈસ મળી કુલ રૂપિયા ૪.૩૬ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
ચોરી કરેલ એમ્બ્રોઈડરીના પાર્ટસને વેચવા જતાં મિત્ર મુસાફીર પકડાઈ ગયો હતો. દરમ્યાન આરોપીને ડર હતો કે મિત્ર મુસાફીરની સાથે પોતે પણ પકડાઈ જશે જેથી તે પોતાના વતન ચાલ્યો ગયો હતો. પાંચ દિવસ પહેલા સુરત ખાતે આવેલ આરોપી રૂપક કુસુમભા વોડાને બાતમીના આધારે પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.