/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/09/maxresdefault-98.jpg)
સુરતના ખટોદરા વિસ્તારમાં ગજ્જર કમ્પાઉન્ડ પાસે શ્રીજી પ્રતિમા ખંડિત કરાઇ હોવાની વાત વહેતી થતાં લોકોમાં રોષ ફેલાયો હતો. જો કે પોલીસની તપાસમાં અસ્થિર મગજ નો યુવાન ભોજનની તલાશમાં પંડાલમાં ઘુસી જતાં આ ઘટના બની હોવાનું બહાર આવતાં લોકોનો રોષ શાંત પડયો હતો.
સુરતના ખટોદરા વિસ્તારમાં ગજ્જર કમ્પાઉન્ડ નજીક દીપક ગજ્જર દ્વારા શ્રીજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી હતી. ગતરોજ કોઈ અજાણ્યા ઈસમો દ્વારા મૂર્તિ ખંડિત કરવામાં આવી હતી. અા ઘટનાની જાણ થતા લોકટોળું એકત્ર થઇ ગયું હતું અને હોબાળો મચાવ્યો હતો બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરુ કરી હતી પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી હતી આરોપીનું નામ હરીશ કાળુસિંગ ભારતી હોવાનું બહાર આવ્યું હતું અને તે અસ્થિર મગજનો હોવાનું જણાયું છે. તે ભોજનની તલાશમાં પંડાલમાં ઘુસી ગયો હતો. જો કે સમગ્ર ઘટનામાં સોશિયલ મીડીયામાં ખોટી અફવાઓ ફેલાવનારાઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી પોલીસે હાથ ધરી છે.