/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/08/maxresdefault-216.jpg)
આજે દેશભરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. ત્યારે સુરત પોલીસ દ્વારા પણ આજે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં સ્વતંત્રતા પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પોલીસ કમિશનર સતિષ શર્માના હસ્તે રાષ્ટ્રીય ધ્વજ વંદન કરવામાં આવ્યું.સાથે વૃક્ષારોપણ કરાયું અને પોલીસના જવાનોએ પરેડ કરી લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આજે સુરત પોલીસ પરેડ ગ્રાઉન્ડ પર સુરત પોલીસ દ્વારા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ખાસ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં પોલીસ કર્મીઓ અને પરિવારના લોકો હાજર રહ્યા હતા. પોલીસ કમિશનર સતિષ શર્માના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પોલીસ કમિશનર સહિત ઉચ્ચ અધિકારીઓ એ વૃક્ષારોપણ કરી આ દિવસ ને યાદગાર બનાવ્યું અને પોલીસ કમિશનર સહિત પોલીસ જવાનો તિરંગાને સલામી આપી હતી. સુરત પોલીસ કમિશનર શહેરના લોકોને સ્વતંત્રતા પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.