/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/10/maxresdefault-172.jpg)
સુરતમાં હીરા અને કાપડ માર્કેટમાં મંદીના માહોલ વચ્ચે દિવાળી પસાર થઈ રહી છે. આ વર્ષે કાપડ ઉદ્યોગમાં જીએસટીને કારણે કાપડના વ્યવસાયમાં 40 ટકાનો કાપ જોવા મળી રહયો છે. જુઓ વિશેષ અહેવાલ કાપડના ઉદ્યોગને લાગ્યું મંદીનું ગ્રહણ...
સુરતનો હીરા અને કાપડનો ઉદ્યોગ વિશ્વભરમાં નામના ધરાવે છે. એશિયાનું સૌથી મોટુ ટેકસટાઇલ માર્કેટ સુરતમાં આવેલું છે અને ત્યાં રોજનો કરોડો રૂપિયાનો કારોબાર થાય છે. આ માર્કેટમાંથી હજારો કારીગરો રોજગારી મેળવી રહયાં છે. દિવાળીના તહેવાર આડે ગણતરીના દિવસો બાકી રહયાં છે ત્યારે બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહયો છે. જીએસટીના કારણે કારોબારમાં 40 ટકાનો કાપ હોવાનું વેપારીઓ જણાવે છે. તેમના જણાવ્યા અનુસાર જીએસટી લાગુ પડતાં પહેલાં 450થી વધુ ટ્રક ભરીને કાપડની નિકાસ કરવામાં આવતી હતી જે હવે ઘટીને 275 જેટલી થઇ ચુકી છે. કપડાના કારોબારમાં ભારે ઘટાડો નોધાયો છે. દિવાળી નજીક આવી રહી હોવા છતાં ખરીદી નીકળી નથી. પહેલા 60 દિવસમાં પેમેન્ટ આવી જતા હતા. પણ મંદી ને કારણે આ વર્ષે 150 દિવસે પણ પેમેન્ટ આવતા નથી. ટેકસટાઇલ માર્કેટમાં કામ કરતાં કારીગરોની સ્થિતિ પર નજર નાંખવામાં આવે તો તેઓ પહેલા દિવાળીમાં દિવસ અને રાત કામ કરી બમણી આવક મેળવતાં હતાં. પણ આ વર્ષે તેમની પણ દિવાળી બગડે તેવા સંજોગો ઉભા થયાં છે. વેપારીઓની માંગ છે કે સરકાર કાપડ ઉદ્યોગ પર લાગેલા જીએસટીને દુર કરે…